
ભારતીય અર્થતંત્રના ઝડપથી સુધરતા 5 સૂચકાંકો
ભારતીય અર્થતંત્રએ સુધારાની દિશામાં ગતિ પકડી છે. આ સુધારાને સૂચવતા કેટલાક સૂચકાંકોમાં સુધારો જોવા મળી રહ્યો છે. અહીં ભારતીય અર્થતંત્રના સોનેરી ભવિષ્યને સૂચવતા 5 સૂચકાંકોની ચર્ચા અહીં કરી રહ્યા છીએ...

IIP ડેટા
ભારતનો ઓદ્યોગિક ઉત્પાદન સૂચકાંક સૂચવે છે કે ભારતીય અર્થતંત્રએ સુધારાની વાટ પકડી છે. મે 2014માં આ સૂચકાંક 19 મહિનાની ઊંચી સપાટી એ પહોંચ્યો હતો. મે 2014માં સૂચકાંક 4.2 ટકા હતો.

જૂનનો છુટક ફુગાવો
જૂન મહિનામાં છુટક ફુગાવો છેલ્લા 30 મહિનાની સૌથી નીચી સપાટી 7.5 ટકાએ આવ્યો છે. જો કે ખાદ્ય ફુગાવાને કારણે હજી પણ છુટક ફૂગાવોનો આંક ઊંચો છે.

ચાલુ ખાધ
વર્ષ 2014ના ત્રીજા ક્વાર્ટરની ચાલુ ખાધ ઘટીને જીડીપીના માત્ર 0.2 ટકા થઇ ગઇ છે. એક વર્ષ પહેલા માર્ચના ક્વાર્ટરમાં તે 3.6 ટકા હતી.

વિદેશી હુંડિયામણ વધ્યું
ભારતનું વિદેશી હુંડિયામણ 317 બિલિયન ડોલર થયું છે. આ હુંડિયામણ પહેલા 290 બિલિયન ડોલર હતું. પરંતુ અર્થતંત્રમાં સુધારો અને રિઝર્વ બેંકે લીધેલા પગલાંને કારણે તેમાં સુધારો જોવા મળ્યો છે.

રૂપિયો સ્થિર થવા તરફ
ભારતીય રૂપિયો ઓગસ્ટ 2013માં 68.86ના નીચા સ્તરે પહોંચી ગયો હતો. જો કે હવે રૂપિયો 60 રૂપિયાની આસપાસ સ્થિર થયો છે.