ભારતમાં સારો રેકોર્ડ ધરાવતા 5 મ્યુચ્યુઅલ ફંડ
તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડ દેશમાં રોકાણકારો માટે લોકપ્રિય રોકાણ વિકલ્પ બની રહ્યા છે. આ પાછળનું કારણ તાજેતરમાં શેર બજારમાં જોવા મળેલી તેજી છે. શેરબજારના સૂચકઆંકોમાં આવેલી તેજીને કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ હોટ બન્યું છે. આ સમયે ભૂતકાળમાં સારું પરફોર્મન્સ કરનારા કેટલાક મ્યુચ્યુઅલ ફંડ વિશે અહીં વાત કરીએ.
જો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા આપના પોર્ટફોલિયોનું વિશ્લેષણ કરવું જરૂરી છે સાથે જ પ્રોફેસનલ જાણકારની મદદ લીધા બાદ તેમાં રોકાણનો નિર્ણય લેવો જોઇએ...

એક્સિસ ઇક્વિટી
રિટર્ન : છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 16.4 ટકા
પોર્ટફોલિયો : SBI, ICICI, HDFC, ઇન્ફોસિસ વગેરે

ICICI પ્રુડેન્શિયલ ફોકસ્ડ્ બ્લયુચિપ ઇક્વિટી રિટેલ્સ
રિટર્ન : છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 15.81 ટકા, છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 18.21 ટકા રિટર્ન આપ્યું છે. ટર્નઓવર રેશિયો 40 ટકા છે. એક્સપેન્સ રેશિયો 2.23 ટકા છે.

HDFC ટોપ 200
રિટર્ન : છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 13.81 ટકા
પોર્ટફોલિયો : SBI, ICICI, ઇન્ફોસિસ
ટર્નઓવર રેશિયો 28.96 ટકા, એક્સપેન્સ રેશિયો 2.24 ટકા

UTI ઇક્વિટી
રિટર્ન : છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 15.60 ટકા
ટર્નઓવર રેશિયો 32.26 ટકા છે અને એક્સપેન્સ રેશિયો 2.13 ટકા છે.

UTI ઓપોર્ચ્યુનિટી
રિટર્ન : છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 15.68 ટકા
ટર્નઓવર રેશિયો 78.66 ટકા છે અને એક્સપેન્સ રેશિયો 2.19 ટકા છે.












Click it and Unblock the Notifications
