શિક્ષણ લોન લેતા પહેલા 5 બાબતો જાણો

છેલ્લા કેટલાક વર્ષોમાં બાળકોના શૈક્ષણિક ખર્ચમાં મોટો વધારો થયો છે. આ કારણે જો આપ પેરેન્ટ્સ હોવ અથવા વિદ્યાર્થી હોવ તો આપે માર્કેટમાં ઉચ્ચ અભ્યાસ માટે ઉપલબ્ધ એજ્યુકેશન લોન અંગે જાણકારી મેળવવી જરૂરી છે. શિક્ષણ લોનને ટિકિટ લોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં નાનકડો ફેરફાર પણ મોટો ફેર પાડી શકે છે. આ કારણે અમે અહીં શિક્ષણ લોન અંગે એવી કેટલીક બાબતો જણાવી રહ્યા છીએ જે આપને શિક્ષણ લોન લેતા સમયે મદદરૂપ બનશે...

1. વ્યાજના દર

1. વ્યાજના દર


શિક્ષણ લોનમાં 0.25 ટકા એટલે કે 25 બેઝિસ પોઇન્ટનો પણ ફેરફાર હોય તો મોટો ફેર પડી શકે છે. આ માટે આપ જ્યારે પણ શિક્ષણ લોન મેળવવા માટે તપાસ શરૂ કરો ત્યારે સૌપ્રથમ વ્યાજના દરની તપાસ કરવી જરૂરી છે. આ માટે ખાનગી બેંકોની સરખામણીએ રાષ્ટ્રીયકૃત બેંકો વધારે સારા વ્યાજદર પૂરા પાડે છે. આપ ઘણીવાર જોશો કે શિક્ષણ લોનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વધારે સારી ઓફર આપતી આવી છે. વ્યાજના દરોની બાબત આવે ત્યારે ભારતમાં એક અન્ય બાબત એ પણ છે કે છોકરીઓને વ્યાજના દરોમાં નાનકડો ફાયદો પણ થાય છે. આ ઉપરાંત જે બાબતોનું ધ્યાન રાખવાનું છે તેમાં ફ્લોટિંગ રેટ અને ફિક્સ રેટનો પણ સમાવેશ થાય છે. શિક્ષણ લોન લેવામાં ફ્લોટિંગ રેટનો વિકલ્પ વધારે સારો માનવામાં આવે છે.

2. શિક્ષણ લોનની સાઇઝ

2. શિક્ષણ લોનની સાઇઝ


શિક્ષણ લોનનું કદ કે સાઇઝ બેંક અને તેની યોજના કે સ્કીમને આધારે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે IDBI બેંક નોન વોકેશનલ કોર્સીસ માટે રૂપિયા 4 લાખથી રૂપિયા 7.5 લાખ વચ્ચેની લોન આપે છે. જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સ માટે બેંક રૂપિયા 3 લાખની શિક્ષણ લોન પૂરી પાડે છે.

3. રિપેમેન્ટમનો સમયગાળો

3. રિપેમેન્ટમનો સમયગાળો


શિક્ષણ લોનના રિપેમેન્ટનો સમયગાળો બેંકો અને કોર્સ મુજબ અલગ અલગ હોય છે. કેટલીક બેંકો આપની લોનની સાઇઝ અનુસાર રિપેમેન્ટની સુવિધા આપે છે. આ માટે આપે આપને અનુકૂળ હોય તેવો વિકલ્પ પસંદ કરવો જરૂરી છે.

4. પ્રોસેસિંગ અને મિસલેનિયસ ચાર્જીસ

4. પ્રોસેસિંગ અને મિસલેનિયસ ચાર્જીસ


જ્યારે પણ આપ શિક્ષણ લોન લેતા હોવ છો ત્યારે તેના પર વિવિધ પ્રકારના પ્રોસેસિંગ ચાર્જીસ લાગે છે. આ માટે આપે વિવિધ પ્રકારના ચાર્જીસનો અભ્યાસ કરવો જરૂરી છે. જ્યારે વિદેશ અભ્યાસ માટે લોન લેવામાં આવે ત્યારે તેમાં કેટલાક ચાર્જીસ અલગથી લગાવવામાં આવે છે.

5. ખાસ ફ્રીબી

5. ખાસ ફ્રીબી


કેટલીક બેંકો આપને એજ્યુકેશન લોન લેવાની સાથે ડેબિટ કાર્ડ અને ઇન્શ્યોરન્સ કવર આપે છે. આ કારણે તેનો લાભ લેવાનું ચૂકવું જોઇએ નહીં.

લોન મળવાના ફાયદા

લોન મળવાના ફાયદા

આપે શિક્ષણ લોન લેતા સમયે વ્યાજના દર ખાસ ધ્યાનમાં રાખવા જોઇએ. આ સદર્ભમાં જાહેર ક્ષેત્રની બેંકો વધારે સારી ઓફર આપે છે. જો કે આ બધા માટે આપે લોન પાસ થાય એ પણ જરૂરી છે. જ્યારે આપની પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે તે લાભદાયક બની રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X