6 બેસ્ટ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ
અનેક લોકો શોર્ટ ટર્મ રોકાણને એક વર્ષ કરતા ઓછા સમયનું રોકાણ સમજે છે. વાસ્તવમાં અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ માટે શોર્ટ ટર્મનો અર્થ અને સમયગાળો અલગ અલગ હોય છે. કેટલાક લોકો માટે શોર્ટ ટર્મ 30 દિવસ હોય છે, જ્યારે કેટલાક લોકો માટે શોર્ટ ટર્મનો સમયગાળો 3 વર્ષનો હોય છે.
ભારતમાં એવા રોકાણ વિકલ્પો અત્યંત ઓછા છે જે એક વર્ષ કરતા ઓછા સમયના હોય છે. એક વર્ષ કરતા ઓછા સમયના રોકાણ સાધનોમાં મુખ્યત્વે બેંક ડિપોઝિટનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય રોકાણ સાધનો જેવા કે કંપની ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને અન્ય સાધનોમાં ઓછામાં ઓછું એક વર્ષના ગાળા માટે રોકાણ કરવું પડે છે.
અમે અહીં આપના માટે એવા કેટલાક શ્રેષ્ઠ રોકાણ વિકલ્પની વાત કરીશું જે એક વર્ષ કરતા ઓછા સમયગાળા માટે હોય છે, છતાં સારું વળતર આપે છે...

સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર બેંક ડિપોઝિટ
ખાસ બેંકો જેવી કે સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર વ્યક્તિગત રોકાણકારોને શોર્ટ ટર્મ ડિપોઝિટ માટે સારું વ્યાજ ચૂકવે છે. 91 દિવસથી 179 જિવસની બેંક ડિપોઝિટ માટે બેંક 8 ટકા વ્યાજ આપે છે. જ્યારે 180થી વધારે અને એક વર્ષથી ઓછા સમયગાળા માટે બેંક 8.7 ટકા વ્યાજ આપે છે. પબ્લિક સેક્ટર બેંકોમાં આ સૌથી વધારે વ્યાજ છે.

યસ બેંક સેવિંગ એકાઉન્ટમાં 7 ટકા વ્યાજ
યસ બેંકમાં સેવિંગ એકાઉન્ટમાં 7 ટકાનું વ્યાજ મળે છે. આ કારણે આપ ખાતામાં ગમે તેટલા સમય માટે મૂકી શકો છો. અન્ય આકર્ષક બાબત એ છે કે આપે આ માટે ચોક્કસ સમય માટે રકમ જાળવી રાખવી પડતી નથી. નોંધનીય છે કે વર્ષે રૂરિયા 10000 સુધીની વ્યાજની આવક પર ઇન્કમ ટેક્સ લાગતો નથી.

કેનેરા બેંક ફિક્સ્ડ ડિપોઝિટ
કેનેરા બેંકની ફિક્સ્ડ ડિપોઝિટમાં 270 દિવસથી વધારે અને એક વર્ષ કરતા ઓછા સમયગાળા માટે 8.5 ટકા વ્યાજ મળે છે.આ સ્કીમ છ મહિનાથી એક વર્ષ માટે નાણા રોકવા માંગતા લોકો માટે શ્રેષ્ઠ છે. આ બેંકમાં રોકાણ પણ સુરક્ષિત છે કારણ કે તે નેશનલાઇઝ્ડ બેંક છે.

બોન્ડ ફંડ્સ
દેશમાં કેટલાક એવા બોન્ડ ફંડ્સ છે જે ટૂકા ગાળા માટે સારું રિટર્ન આપે છે. જેમાં IDFC ડાયનેમિક બોન્ડ ફંડ અને IDFC બોન્ડ ફંડનો સમાવેશ થાય છે. જો કે બેંક ડિપોઝિટની જેમ તેમાં રિટર્નની કોઇ ગેરન્ટી હોતી નથી. આ કારણે બોન્ડમાં રોકાણ કરતા સમયે ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટને પૂછવું જરૂરી છે.

કોટક મહિન્દ્રા બેંક સેવિંગ્સ એકાઉન્ટ
કોટક મહિન્દ્રા સેવિંગ બેંક એકાઉન્ટમાં 6 ટકાનું વ્યાજ મળે છે. આપના બચત ખાતામાં મોટી રકમને મૂકવા માટે તે સારો વિકલ્પ છે.

અલ્ટ્રા શોર્ટ ટર્મ બોન્ડ ફંડ્સ
અલ્ટ્રા શોર્ટ ટર્મ બોન્ડ ફંડ્સ પણ સારું વળતર આપે છે. તે 9 ટકા જેટલું વળતર આપે છે. જો કે તેનો આધાર માર્કેટ પર રહેલો છે.












Click it and Unblock the Notifications
