ભારતમાં ઊંચુ વળતર આપતા મલ્ટીબેગર સ્ટોક્સ ખરીદતા પહેલા 6 બાબતો ધ્યાનમાં રાખો

ભારતમાં શેર બજારમાં મલ્ટીબેગર સ્ટોક્સ એવા શેર્સને કહે છે જે થોડા જ મહિનાઓ કે વર્ષમાં અભૂતપૂર્વ સર્વાધિક વળતર આપતા હોય છે. આ કારણે હંમેશા આવા શેર્સની ઊંચી માંગ રહે છે. આ સ્ટોક્સ તેમના સૂચકઆંકો કરતા પણ વધારે વળતર આપતા હોય છે. આ એવા સ્ટોક્સ છે જે 100 ટકા, 200 ટકા કે 500 ટકા સુધીનું વળતર પણ આપી શકે છે. આમ છતાં આવા મલ્ટીબેગર સ્ટોક્સ ખરીદતા પહેલા કઇ 6 બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ તે જાણવા આગળ ક્લિક કરો...

લો ઇક્વિટી બેઝ

લો ઇક્વિટી બેઝ


લો ઇક્વિટી બેઝને કારણે શેરમાં તેજી સારી રહે છે. કારણ કે લો ઇક્વિટી બેઝ ધરાવતા શેર્સમાં થોડો પણ નફો થાય તો ઇપીએસ ઊંચે જાય છે. તેના કારણે શેરની કિંમત વધે છે.

લો ફ્રી ફ્લોટ

લો ફ્રી ફ્લોટ


જ્યારે પણ સ્ટોકમાં પ્રમોટર હોલ્ડિંગ વધારે હોય અને ઇક્વિટી બેઝ ઓછો હોય ત્યારે ફ્રી ફ્લોટ ઘટે છે. આ કારણે શેરમાં જરા પણ વધારો થવાથી તેનો ફ્રી ફ્લો ઓછો હોવાને કારણે માંગ વધારે રહે છે. જેથી તેનો ભાવ જલ્દી વધે છે.

કંપનીનું પરફોર્મન્સ

કંપનીનું પરફોર્મન્સ


કોઇ પણ સ્ટોકની કિંમતમાં વધઘટ માટે કંપનીનું પરફોર્મન્સ સારું હોવું જરૂરી છે. સારા નફા બાદ જ્યારે કંપની વિસ્તરણની જાહેરાત કરે છે ત્યારે તે શેર્સની કિંમતોમાં વધારો થાય છે.

સારું મેનેજમેન્ટ જરૂરી

સારું મેનેજમેન્ટ જરૂરી


જ્યારે પણ શેર્સની પસંદગી કરતા હોવ ત્યારે કંપનીનું મેનેજમેન્ટ કોના હાથમાં છે તે જોવું જરૂરી છે. સારું મેનેજમેન્ટ હશે તો શેર હોલ્ડર્સને મહત્તમ લાભ આપશે.

તેજીની શક્યતાવાળા શેર્સ શોધો

તેજીની શક્યતાવાળા શેર્સ શોધો


જે સ્ટેક્સમાં તેજી હોય તેની પાછળ દોડવાનો અર્થ નથી. જે સ્ટોક્સમાં નજીકના ભવિષ્યમાં તેજી આવવાની હોય તેવા સ્ટોક્સ ખરીદવાથી મહત્તમ વળતર મળે છે.

સ્ટોક અંગે રિસર્ચ કરો

સ્ટોક અંગે રિસર્ચ કરો


કોઇ પણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા તેના ભૂતકાળના પરફોર્મન્સ અને મેનેજમેન્ટ અંગે રિસર્ચ કરવું જરૂરી છે. જો આપ કોઇ નિર્ણય સુધી પહોંચી ના શકો તો એક્સપર્ટનો સંપર્ક સાધવો જોઇએ.

સારા સેક્ટર્સની પસંદગી કરો

સારા સેક્ટર્સની પસંદગી કરો


સ્ટોક્સની પસંદગી કરતા સમયે સારા સેક્ટર્સના સ્ટોક્સ પસંદ કરવા જોઇએ. જેથી ઊંચું વળતર મળી શકે. ઘણા એનાલિસ્ટ શિપિંગ સેક્ટર પર ધ્યાન આપવાનું જણાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X