For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર જલ્દી 75 રૂપિયાનો સિક્કો બહાર પાડશે, જાણો ખાસિયત

મોદી સરકાર ભારતીય મુદ્રા અંગે વધુ એક નવી ઇતિહાસ રચવા જઈ રહ્યું છે કારણકે તેઓ ખુંબ જ જલ્દી 75 રૂપિયાનો સિક્કો બહાર પાડશે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર ભારતીય મુદ્રા અંગે વધુ એક નવી ઇતિહાસ રચવા જઈ રહ્યું છે કારણકે તેઓ ખુંબ જ જલ્દી 75 રૂપિયાનો સિક્કો બહાર પાડશે. મની ભાસ્કર રિપોર્ટ અનુસાર મંગળવારે પોર્ટબ્લેયરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોસ ઘ્વારા પહેલીવાર તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠના અવસરે 75 રૂપિયાના સ્મારક સિક્કા બહાર પાડવાનું એલાન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ નાણાં મંત્રાલયે આ બાબતે એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: સોનાના સિક્કા ખરીદતા પહેલા આટલું રાખો ધ્યાન

75 રૂપિયાના સિક્કાની ખાસિયત

75 રૂપિયાના સિક્કાની ખાસિયત

નાણાં મંત્રાલય નોટિફિકેશન અનુસાર પોર્ટબ્લેયરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોસ ઘ્વારા પહેલીવાર તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠના અવસરે કેન્દ્ર સરકાર અધિકૃત ઔરથોરિટી મીટ ઘ્વારા 75 રૂપિયાના સિક્કાને તૈયાર કરવામાં આવશે. 35 ગ્રામના આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબું અને 5-5 ટકા નિકલ અને ઝીંક હશે.

સુભાષ ચંદ્ર બોસનું ચિત્ર

સુભાષ ચંદ્ર બોસનું ચિત્ર

આ સિક્કા પર સેલ્યુલર જેલ પાછળ તિરંગાને સલામી આપતા સુભાષ ચંદ્ર બોસનું ચિત્ર હશે. પ્રોટ્રેટ નીચે 75 અંક વર્ષગાંઠ લખ્યું હશે. સિક્કા પર દેવનાગરી, હિન્દી અને અંગ્રજીમાં પ્રથમ ઘ્વાજારોહણ દિવસ લખ્યું હશે.

75મી વર્ષગાંઠ

75મી વર્ષગાંઠ

આપને જણાવી દઈએ કે સુભાષ ચંદ્ર બોસે સેલ્યુલર જેલ, પોર્ટબ્લેયરમાં 30 ડિસેમ્બર 1943 દરમિયાન પહેલીવાર તિરંગો ફરકાવ્યો હતો. 21 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સુભાષચંદ્ર બોસ ઘ્વારા ગઠિત આઝાદ હિન્દ સરકારની સ્થાપનાના 75મી વર્ષગાંઠ પર સ્મારક પાટિકાનું પણ અનાવરણ કર્યું હતું.

English summary
75 Rupees Coin Ready To Be Issue By Modi Government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X