For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાના સિક્કા ખરીદતા પહેલા આટલું રાખો ધ્યાન

પીળી ધાતુ એટલે કે સોનું આપણા સેન્ટીમેન્ટ્સ સાથે જોડાયેલું છે. જે લોકો સોનાની શુદ્ધતા વિશે જાણે છે અને સોનાની કિંમતને સમજે છે, તે જ્વેલર્સ સાથે ભાવતાલ નથી કરતા.

|
Google Oneindia Gujarati News

પીળી ધાતુ એટલે કે સોનું આપણા સેન્ટીમેન્ટ્સ સાથે જોડાયેલું છે. જે લોકો સોનાની શુદ્ધતા વિશે જાણે છે અને સોનાની કિંમતને સમજે છે, તે જ્વેલર્સ સાથે ભાવતાલ નથી કરતા. પરંતુ જે લોકોને કિંમત વિશે ખ્યાલ નથી તેઓ ભાવતાલની પ્રક્રિયા કરે છે. સોનું ખરીદતા પહેલા આપણે તેના વિશે કેટલીક બેઝિક વસ્તુઓ જાણવી જરૂરી છે, જેથી આપણી સાથે દગો ન થાય.

આ પણ વાંચો: ગોલ્ડ બોન્ડની સ્કીમ વિશે જાણો 10 જરૂરી વાત

તો તમે સોનાના સિક્કા ખરીદો તે પહેલા આ પોઈન્ટ્સ વાંચી લો, જે તમને સ્માર્ટ ગોલ્ડ શોપર બનાવશે.

સોનાની શુદ્ધતાની ઓળખ

સોનાની શુદ્ધતાની ઓળખ

સોનાના ઘરેણાં હંમેશા કેરેટમાં વેચાય છે. કેટલીકવાર લોકો અંગ્રેજી શબ્દ caratને ભળતું સમજી બેસે છે. હકીકતમાં Carat શબ્દ હીરાને માપવાનો માપદંડ છે. 24 કેરેટનું સોનુ સૌથી શુદ્ધ મનાય છે, પરંતુ તે ખૂબ જ નરમ હોય છે. મોટા ભાગની જ્વેલરી આ જ કેરેટમાં બને છે. તો જ્વેલર્સ મોટા ભાગે 22 કેરેટ કે તેનાથી ઓછાનું સોનું વેચે છે.

એટલે કે જો કોઈ પણ પ્રકારનું ઘરેણું કે સોનું 24 કેરેટનું હશે તો તેમાં 22 કેરેટ સોનું હશે અને 2 કેરટ ઝિંક, કોપર, કેમિયમ કે ચાંદી હશે. આ ધાતુઓ સાથે મિશ્ર ધાતુ સોનાના ઘરેણાના રંગ નક્કી કરે છે. આ જ રીતે તમને વ્હાઈટ ગોલ્ડ કે ગુલાબી ગોલ્ડ પણ મળે છે. તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો 22 કેરેટનું સોનું ક્યારેક ક્યારેક આછા બ્રાઉન કલરનું દેખાય છે. આવું થવાનું કારણ કૉપર છે.

હૉલમાર્ક ગોલ્ડ

હૉલમાર્ક ગોલ્ડ

એક સામાન્ય વ્યક્તિ જાણી શકે છે કે કયું સોનું 22 કેરેટનું છે અને કયું 18 કેરેટનું. ભારતમાં સોનાની શુદ્ધતા અને પરખ માટે હોલમાર્કનું ચિહ્ન તમામ ગોલ્ડ જ્વેલરીમાં લેગલું હોય છે. જો કોઈ ઘરેણા કે સોનાના સિક્કામાં આ નિશાન ન હોય તો તમારે આવું સોનું ન ખરીદવું જોઈએ. શુદ્ધતાને તપાસવા માટે આ સૌથી સારી રીત છે. જે ભારતીય માપદંડ બ્યુરો દ્વારા અપાઈ છે.

ભારતીય માપદંડ બ્યુરોમાં ગોલ્ડના કેરેટ અને જે વર્ષે સોનાનો હોલમાર્ક કરાવાયો હોય છે તે નોંધવામાં આવે છે. વર્ષને આલ્ફાબેટની જેમ નોંધવામાં આવે છે, જેમાં સૌથી પહેલા વર્ષનો કોડ અને પછી કેરેટ હોય છે. દાખલા તરીકે 22K916 એટલે કે 22 કરેટ.

આ રીતે નક્કી થાય છે સોનાની કિંમત

આ રીતે નક્કી થાય છે સોનાની કિંમત

સોનાની કિંમત બે રીતે નક્કી થાય છે. એક છે કેરેટ અને બીજી મિશ્ર થતી ધાતુ. સોનાના ઘરેણાની કિંમત આવી રીતે કાઢવામાં આવે છે. સોનામાં જે મિશ્ર ધાતુ છે તેના વજનની સાથે ગુણાકાર કર્યા બાદ મેકિંગ ચાર્જ અને જીએસટીને ઉમેરવાથી પરફેક્ટ કિંમત મળે છે. Gold * Weight + making charges + Gst

સોનુ ખરીદતા પહેલા જાણો કિંમત

સોનુ ખરીદતા પહેલા જાણો કિંમત

સોનું ખરીદતા પહેલા તમારે તેની કિંમત કોઈ પ્રામઆમિક વેબસાઈટથી જાણી લેવી જોઈએ. સોનાના મેકિંગ ચાર્જ ભારતમાં નક્કી નથી. જ્વેલર કે જ્વેલરીના હિસાબ પ્રમાણે તે નક્કી થાય છે. ક્યારેક ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.

ગોલ્ડની કિંમત જ્વેલરી અને તેમાં લાગેલા સ્ટોન પર નક્કી થાય છે. ધ્યાન રાખો કે જ્વેલર સ્ટોનવાળી જ્વેલરીની કિંમત પણ એટલી હોય જેટલી સ્ટોન વગરનીની છે. સ્ટોન વગરની જ્વેલરી માટે પહેલા જ્વેલરીનું વજન કરાવી લો કારણ કે અલગ અલગ સ્ટોનની કિંમત પણ અલગ અલગ હોય છે.

ગોલ્ડ ખરીદવાનો વિકલ્પ

ગોલ્ડ ખરીદવાનો વિકલ્પ

સોનું તમે ફક્ત જ્વેલર જ નહીં પરંતુ બેન્ક અને ઓથોરાઈઝ્ડ વિક્રેતાઓ પાસેથી પણ ખરીદી શકો છો. જેમાં MMTC મોટું ઉદાહરણ છે. તે સોના ચાંદીના વેચાણ માટે સરકાર અધિકૃત એકમ છે. એસબીઆઈ જેવી બેન્કમાંથી તમે સોનાના સિક્કા ખરીદી શકો છો.

જો તમે ઘરેણા ખરીદવા ઈચ્છતા હો તો ઓનલાઈન પણ ખરીદી શકો છો.ઘણા એવા જ્વેલર્સ છે જે ઓનલાઈન સોનું વેચે છે.

પેકેજિંગ

પેકેજિંગ

મોટા ભાગના ગ્રાહકોને એ જ સલાહ અપાય છે કે કોઈ પણ સોનાના પેકિંગમાં જો છેડછાડ થઈ હોય તો તેને ન ખરીદો. જો પેકેટ ફાટેલુ તૂટેલુ હોય, પેકેજિંગની તારીખ સ્પષ્ટ ન હોય, ડેમેજ હોય તો સોનું ન ખરીદો.

English summary
Things To Know while buying gold coins
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X