For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોલ્ડ બોન્ડની સ્કીમ વિશે જાણો 10 જરૂરી વાત

સરકારે સોમવારે કહ્યું છે કે ઓક્ટોબર 2018થી ફેબ્રુઆરી 2019 સુધી દર મહિને ગોલ્ડ બોન્ડ જાહેર થશે.

|
Google Oneindia Gujarati News

સરકારે સોમવારે કહ્યું છે કે ઓક્ટોબર 2018થી ફેબ્રુઆરી 2019 સુધી દર મહિને ગોલ્ડ બોન્ડ જાહેર થશે. નાણા મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું કે ગોલ્ડ બોન્ડ જાહેર કરવું એ SGB અથવા સુવર્ણ બોન્ડ યોજના 2018-19 અંતર્ગત હશે. SGB સરકારી માપદંડ છે, જે સોનાને ગ્રામમાં માપે છે, જે રોકાણકારને ભૌતિક રીતે સોનું ખરીદ્યા વિના સોનાને ખરીદ વેચવા હક આપે છે. ગોલ્ડ બોન્ડની પ્રતિ યુનિટ કિંમત ગોલ્ડની માર્કેટ વેલ્યુ સાથે જોડાયેલી છે. મેચ્યોર થવા પર રોકડમાં ગોલ્ડ બોન્ડની કિંમત આપવામાં આવે છે.

નીચે વાંચીને જાણો ગોલ્ડ બોન્ડ યોજના વિશે 10 જરૂરી વાતો.

1. કોણ જાહેર કરે છે ગોલ્ડ બોન્ડ ?

1. કોણ જાહેર કરે છે ગોલ્ડ બોન્ડ ?

ગોલ્ડ બોન્ડ ભારત સરકાર તરફથી રિઝર્વ બેન્ક જાહેર કરે છે.

2. ક્યાંથી ખરીદી શક્શો ગોલ્ડ બોન્ડ ?

2. ક્યાંથી ખરીદી શક્શો ગોલ્ડ બોન્ડ ?

રિટેઈલ ઈન્વેસ્ટર્સ બેન્ક, પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, સ્ટોક એક્સચેન્જ NSE અને BSE પાસેથી પણ ગોલ્ડ બોન્ડ ખરીદી શકાય છે.

3. સોવરેન ગોલ્ડ બોન્ડ કોણ ખરીદી શકે ?

3. સોવરેન ગોલ્ડ બોન્ડ કોણ ખરીદી શકે ?

સિંગલ વ્યક્તિ, હિંદુ અવિભાજિત પરિવાર, ટ્રસ્ટ, યુનિવર્સિટી અને ધાર્મિક સંસ્થાઓ જેવી નિવાસી સંસ્થાઓ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે.

4. મિનિમમ રોકાણ કેટલું જરૂરી ?

4. મિનિમમ રોકાણ કેટલું જરૂરી ?

સોવરેન ગોલ્ડ બોન્ડ 1 ગ્રામ સોનાના ગુણાંકમાં હોય છે, જે રોકાણ માટે લઘુત્તમ જરૂરી છે.

5. મહત્તમ કેટલું રોકાણ કરી શકાય ?

5. મહત્તમ કેટલું રોકાણ કરી શકાય ?

એક નાણાકીય વર્ષમાં વ્યક્તિ અને HUFની રીતે એક ગ્રાહક વધુમાં વધુ 4 કિલો સુધી રોકાણ કરી શકે છે. જ્યારે ટ્રસ્ટ અને તેના જેવી સંસ્તાઓ માટે મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામની છે.

6. ક્યારે પાકે છે ?

6. ક્યારે પાકે છે ?

ગોલ્ડ બોન્ડ સામાન્ય રીતે 8 વર્ષની સમય મર્યાદા સાથે આવે છે. વ્યાજ ચૂકવવાની તારીખ પર રોકાણકારને પાંચમા, છઠ્ઠા અને સાતમા વર્ષે બોન્ડ છોડવાની તકમ મળી શકે છે.

7. ગોલ્ડ બોન્ડ બહાર પાડવાની કિંમત કઈ ?

7. ગોલ્ડ બોન્ડ બહાર પાડવાની કિંમત કઈ ?

સબસ્ક્રીપ્શન સમયથી પહેલાના અઠવાડિય અને છેલ્લા ત્રણ કામકાજી દિવસોમાં ઈન્ડસ્ટ્રી બોડી IBGA (ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન) દ્વારા જાહેર થતી સોનાની કિંમતોની સરેરાશ પર આ કિંમત નક્કી થાય છે. ડિજિટલ રીતે ચૂકવાતા ઓનલાઈન ગ્રાહકો માટે ઈસ્યુ પ્રાઈસ એટલે કે ખરીદવાની કિંમત પ્રતિ ગ્રામ 50 રૂપિયા ઓછી હોય છે.

8. શું હોય છે વ્યાજ દર ?

8. શું હોય છે વ્યાજ દર ?

સોવરેન ગોલ્ડ બોન્ડમાં 2.5 ટકાના દરે વ્યાજ મળે છે, જે વાર્ષિક ચૂકવાય છે.

9. ઈન્કમટેક્સમાં શું ફાયદો ?

9. ઈન્કમટેક્સમાં શું ફાયદો ?

સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા પર મળતું વ્યાજ આવક અધિનિયમ 1961 (1961નું 43) અંતર્ગત યોગ્ય છે. જો કે ખાસ કિસ્સામાં SGBના રિડમ્પશન પર થતા કેપિટલ ગેઈન ટેક્સમાં છૂટ અપાઈ છે.

10. ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણ કરવા કયા દસ્તાવેજ જરૂરી ?

10. ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણ કરવા કયા દસ્તાવેજ જરૂરી ?

નાણા મંત્રાયલના જણાવ્યા મુજબ ભૌતિક સોનાની ખરીદી માટે લાગુ થતા માપદંડ ગોલ્ડ બોન્ડની ખરીદી માટે પણ લાગુ થશે. KYC દસ્તાવેજ જેમ કે વોટર આઈડી, આધાર કાર્ડ, પેન કાર્ડ, પાસપોર્ટની નકલની જરૂર પડશે. દરેક અરજી સાથે આવકવેરા વિભાગ દ્વારા અપાયેલો પાન નંબર પણ આપવો જરૂરી છે.

English summary
these things you should know about gold bond scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X