7th Pay Commission : સરકારી કર્મચારી માટે સારા સમાચાર, આ રાજ્ય સરકારે વધાર્યું મોંઘવારી ભથ્થુ
7th Pay Commission : આસામ મંત્રીમંડળે રાજ્ય સરકારના કર્મચારીઓના મોઘવારી ભથ્થામાં વધારો કરીને 38 ટકાથી 42 ટકા કરવાના નિર્ણયને મંજૂરી આપી છે.
આરોગ્ય મંત્રી કેશવ મહંતે જણાવ્યું હતું કે, રાજ્યમાં અખિલ ભારતીય સેવાના અધિકારીઓ, પેન્સનર્સ, રાજ્ય સરકારના કર્મચારીઓ, કૌટુંબિક પેન્સનર્સ અને અસાધારણ પેન્સનર્સને મોંઘવારી ભથ્થામાં 1 જાન્યુઆરી થી 4 ટકાનો વધારો આપવામાં આવશે.

આસામ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ દ્વારા કાર્બી આંગલોંગ ખાતે 'મુખ્ય મંત્રી સૌરો શક્તિ પ્રોકોલ્પો' હેઠળ 1,000 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ રાજ્યની ઉર્જા સુરક્ષામાં વધારો કરશે.
કેબિનેટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે રૂપિયા 2,031.14 કરોડ એકત્ર કરવાની પણ મંજૂરી આપી હતી, જેમાં 110 ગ્રામીણ રસ્તાઓ, એક રોડ ઓવરબ્રિજ, 58 રોડ-કમ-પાળાબંધ, 38 પૂર પ્રોજેક્ટ્સ અને 23 મત્સ્યઉદ્યોગ પ્રોજેક્ટ્સનો સમાવેશ થશે.
મહંતે જણાવ્યું હતું કે, આનાથી 1,414 ગામોના લગભગ 21.3 લાખ લોકોને ફાયદો થશે.












Click it and Unblock the Notifications
