7th Pay Commission: 16 લાખ કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ
ઉત્તરપ્રદેશ સરકારે તેમના કર્મચારીઓને ભારે રાહત આપી છે. રાજ્યની યોગી સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓને રાહત આપતા આ મહિને એરિયર પેમેન્ટની જાહેરાત કરી છે.
ઉત્તરપ્રદેશ સરકારે તેમના કર્મચારીઓને ભારે રાહત આપી છે. રાજ્યની યોગી સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓને રાહત આપતા આ મહિને એરિયર પેમેન્ટની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ સરકારે (7th Pay Commission) સાતમું પગાર પંચ અને ડિયરનેસ એલાઉન્સ (DA) નો બીજો હપતો ચૂકવવાનો આદેશ આપ્યો છે. પોતાના આદેશમાં, સરકારે કહ્યું છે કે 30 જૂન સુધી રાજ્ય કર્મચારીઓને એરિયરની રકમ ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો: ડિજિટલ કંપનીઓ પર ટેક્સ લગાવવાની તૈયારીમાં છે નાણામંત્રી

જૂનમાં મળશે એરીયર
ઉત્તરપ્રદેશ સરકારે કહ્યું છે કે જૂનના અંત સુધીમાં, કર્મચારીઓને તેમનું બાકીનું એરિયર ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. જુલાઇ-ડિસેમ્બર 2016 દરમિયાનનું બે ટકા એરિયરનું પેમેન્ટ પણ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના નાણાં વિભાગે જણાવ્યું છે કે રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના 16 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે.

9000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ
સરકારે કહ્યું છે કે એરિયરની ચુકવણી સરકાર પર વધારાના બોજમાં વધારો કરશે. જૂનમાં સરકાર દ્વારા એરિયરના બીજા હપતાની ચુકવણીથી સરકાર પર 9000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. માહિતી મુજબ, કર્મચારીઓના એરિયરની રકમનો 80 ટકા હિસ્સો જીપીએફ / પીપીએફ / એનએસસીમાં રોકાણ કરવામાં આવશે. બાકીની રકમની ચુકવણી આવકવેરા હેઠળ થતા કપાત પછી કર્મચારીઓને કરવામાં આવશે.

કેન્દ્રના કર્મચારીઓને સારા સમાચાર મળશે
સમગ્ર દેશના સેન્ટ્રલ કર્મચારીઓ માંગ કરે છે કે તેઓ લઘુતમ વેતનમાં વધારો કરે. કર્મચારીઓ તેમના લઘુતમ વેતન 18,000 રૂપિયાથી વધારીને 26,000 રૂપિયા કરે તેવું ઈચ્છે છે. જો કે આચાર સંહિતાના અમલીકરણને કારણે, અગાઉની સરકારમાં કર્મચારીઓની માંગ પૂરી થઈ નહોતી, પરંતુ કર્મચારીઓની માંગ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે અને તેમને ટૂંક સમયમાં પગારમાં વધારો મળશે.












Click it and Unblock the Notifications
