પતંજલિ આયુર્વેદ પાછળ રામદેવની નહીં આમની રણનીતિ જવાબદાર છે

Posted By:
Subscribe to Oneindia News

બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ ભારતની બીજી સૌથી વધુ કમાણી કરતી કંપની બની ગઇ છે. ગત વર્ષે કંપનીએ 30,783 કરોડનો વેપાર કર્યો હતો. અને તેણે હવે ભારતની પ્રથમ કંપની બનવા માટે હિંદુસ્તાન યુનિલીવરને પછાડવી પડશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ બાબા રામદેવે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તેમની કંપની પતંજલિ આયુર્વેદિક 200 કરોડનો આંકડો પણ આંબી જશે. જો કે તે વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે પતંજલિ આયુર્વેદિકને આ સ્તરે લાવવા માટે રામદેવ કરતા પણ આચાર્ય બાલકૃષ્ણની મહેનત વધુ છે. બાલાકૃષ્ણની પતંજલિમાં 94 ટકાનો ભાગ ધરાવે છે. ત્યારે આ કંપનીના સીઇઓ તરીકે તે અલગ જ ભૂમિકા ભજવે છે. જાણો આ અંગે વિગતવાર....

94 ટકાની ભાગેદારી

94 ટકાની ભાગેદારી

બાબા રામદેવના વિશ્વાસપાત્ર તેવા આચાર્ય બાલકૃષ્ણ કંપનીમાં 94 ટકાની ભાગેદારી ધરાવે છે. પણ તેમ છતાં તે પોતાની કમાણીનો એક રૂપિયા પણ ઘરે નથી લઇ જતા. એટલું જ નહીં તે રજા પણ નથી લેતા. રવિવારે પણ કામ કરે છે. આચાર્ય બાલકૃષ્ણનું કહેવું છે કે તેમણે આજ દિવસ સુધી એક પણ દિવસની રજા નથી લીધી. અને તે દિવસના 15 કલાક કામ કરે છે.

સીઇઓ

સીઇઓ

43 વર્ષની ઉંમરે આચાર્ય બાલકૃષ્ણ છે ભારતની બીજા નંબરની સૌથી મોટી કંપનીના સીઇઓ. જો કે તેમ છતાં તેમની ઓફિસમાં એક પણ કોમ્પ્યૂટર નથી. આચાર્યજી પોતાની પાસે આઇફોન તો રાખે છે પણ ઓફિસમાં બધુ પ્રિન્ટ આઉટથી જ વાંચવું પસંદ કરે છે. અને તે પોતાના કાર્યસ્થળ પર ખાલી હિન્દી બોલે છે.

રણનીતિ

રણનીતિ

આચાર્ય બાલકૃષ્ણની વેપારમાં રણનીતિ કેટલી સારી છે તે વાત પતંજલિનો ચઢતો ગ્રોથ બતાવે છે. તેમણે અન્ય કંપનીથી વિપરીત માર્કેટિંગ રણનીતિ અપનાવી છે. અને જ્યાં અન્ય કંપનીઓ તેમના પ્રોડક્ટ સતર્કતાથી લોન્ચ કરે છે. ત્યાં જ પતંજલિએ એક પછી એક કુલ 400 પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. અને વાત મેગીનો હોય કે જીન્સની એક પછી એક એમ તમામ જગ્યાએ પતંજલિ પોતાનો હાથ અજમાવી રહી છે.

લોકપ્રિયતા

લોકપ્રિયતા

કેટલાક વિજ્ઞાપન ગુરુઓનું માનવું હતું કે તમામ ઉપ બ્રાન્ડ સાથે પતંજલિનું નામ જોડવાથી કંપનીના વિકાસમાં બાધા આવશે. પણ બાલકૃષ્ણનું માનવું છે કે પતંજલિએ ભારતીય ગ્રાહકોના વિચાર બદલ્યા છે. તથા ભારતીય ગ્રાહકો હવે ભારતીય ઉત્પાદનોને આંતરાષ્ટ્રીય ઉત્પાદનોથી ઓછા નથી સમજતા. બાલાકૃષ્ણનું કહેવું છે કે જ્યારે તમારા મૂળિયા મજબૂત હોય તો તમારે માનક વિજ્ઞાપન પ્રથાઓને માનવાની જરૂર નથી.

છેતરપીંડી

છેતરપીંડી

2011માં સીબીઆઇએ બાલકૃષ્ણની વિરુદ્ધ છેતરપીંડીનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ બે વર્ષ પછી બાલકૃષ્ણને આ મામલે ક્લિન ચીટ મળી. ઉલ્લેખનીય છે કે પતંજલિમાં વર્ક કલ્ચર ખૂબ જ અલગ છે. અહીં નમસ્તેની જગ્યાએ ઓમ કહીને પ્રણામ કરવામાં આવે છે. ઓફિસમાં દારૂ, ધ્રુમપાન અને માંસ ખાવા પર પ્રતિબંધ છે. અહીં 30 ટકા મહિલા કર્મચારી છે અને 70 ટકા પુરુષ. જો કે પતંજલિમાં કામ કરતા લોકોનો પગાર ખૂબ જ ઓછો છે. કારણ કે બાલકૃષ્ણનું કહેવું છે કે પતંજલિમાં લોકો કામ નહીં સેવા આપી રહ્યા છે તે ભાવથી કામ કરે છે.

English summary
A confidant of Baba Ramdev, Balkrishna holds a 94% stake in Patanjali Ayurved, but he doesn't take home a salary.
Please Wait while comments are loading...