Adani Group News : અદાણી ગૃપે સમય પહેલા ચૂકવી લોન, શેરમાં ઉછાળાની સંભાવના

Adani Group News : અદાણી ગૃપ દ્વારા અકાળે દેવાની ચુકવણી રોકાણકારોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરી રહી છે. આવી સ્થિતિમાં આજે અદાણી ગૃપ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી શકે છે.

Adani Group News : અદાણી ગૃપે ફરી એકવાર શાનદાર કામ કર્યું છે. અદાણી ગૃપ દ્વારા સમયમર્યાદા પહેલા જ માતબાર રકમની લોનની સંપૂર્ણ ચુકવણી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અદાણી ગૃપ દ્વારા 2.15 અરબ અમેરિકન ડોલરના માર્જિન લિંક્ડ શેર બેંક્ડ ફાઇનાન્સિંગ(સ્ટોકના બદલામાં મેળવ્યા પૈસા)ની સમય પહેલા ચૂકવણી કરવામાં આવી છે.

Adani Group

અદાણી ગૃપ પાસે આ લોન ચૂકવવા માટે 31 માર્ચની સમયમર્યાદા હતી, પરંતુ કંપનીએ આ લોન ઘણી અગાઉ ચૂકવી દીધી છે. આ પગલાને ગૃપ દ્વારા ક્રેડિટ રિકવરી માટે લેવામાં આવેલા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રમોટર્સે અંબુજા એક્વિઝિશનને ફાઇનાન્સ કરવા માટે લીધેલી 500 મિલિયન ડોલરની સુવિધા પણ પ્રીપેઇડ કરી છે.

આ ઇક્વિટી ફાળો વધારવાની પ્રમોટર્સની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે અને પ્રમોટરોએ હવે 6.6 બિલિયન ડોલરની કુલ સંપાદન કિંમતમાંથી અંબુજા અને ACCમાં 2.6 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

અદાણી ગૃપ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2.65 બિલિયન ડોલરની સંપૂર્ણ પ્રીપેમેન્ટ 6 અઠવાડિયાની અંદર પૂર્ણ થઈ ગઈ છે, જે અદાણી ગૃપના મજબૂત સંચાલન અને તાકાત દર્શાવે છે.

હિન્ડેનબર્ગના અહેવાલ બાદ થઇ હતી મોટી વેચવાલી

હિન્ડેનબર્ગના અહેવાલ બાદ થઇ હતી મોટી વેચવાલી

અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ 24 જાન્યુઆરીના રોજ આવ્યો હતો. જે બાદ અદાણી ગૃપની કંપનીઓના શેરમાંજબરદસ્ત વેચાણ પ્રક્રિયા જોવા મળી હતી.

હિંડનબર્ગ રિસર્ચે તેના એક રિપોર્ટમાં અદાણી ગૃપ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આપછી ગૃપ કંપનીઓની માર્કેટ મૂડીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

શેરમાં ખરીદી પાછી આવી છે

શેરમાં ખરીદી પાછી આવી છે

હિંડનબર્ગ રિસર્ચના આ આરોપોના જવાબમાં અદાણી ગૃપ રવિવારની સાંજે 413 પાનાની 'સ્પષ્ટતા' જાહેર કરી હતી. જોકે, હવે અદાણીગૃપની કંપનીઓ તેજીમાં પાછી આવી છે.

રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે અને અદાણી ગૃપ દ્વારા લોન ડિફોલ્ટની કોઈપણઆશંકાને દૂર કર્યા પછી શેરમાં ખરીદી પાછી આવી છે.

અદાણી ગૃપ કંપનીઓના શેરમાં જોવા મળી શકે છે ઉછાળો

અદાણી ગૃપ કંપનીઓના શેરમાં જોવા મળી શકે છે ઉછાળો

અદાણી ગૃપ દ્વારા અકાળે દેવાની ચુકવણી રોકાણકારોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરી રહી છે. આવી સ્થિતિમાં આજે અદાણી ગૃપ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગૃપ કંપનીઓના શેરમાં ખરીદીના વળતરને કારણે ગૌતમ અદાણીનીસંપત્તિમાં પણ વધારો થયો છે. અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ફરી 21મા સ્થાને આવી ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X