For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Air Asiaના આખા મેનેજમેન્ટને EDનું સમન, 20 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા

Air Asiaના આખા મેનેજમેન્ટને EDનું સમન, 20 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મની લોન્ડ્રિંગ મામલામાં ફસાયેલ એર એશિયાની મુશ્કેલી વધતી જઈ રહી છે. ઈડીએ એર એશિયાના મુખ્ય કાર્યકારી અધિકારી ટોની ફર્નાંડિસ સહિત ટૉપ મેનેજમેન્ટના અધિકારીઓને સમન મોકલ્યું છે. ઈડી કંપનીના સીઈઓ ટોની ફર્નાંડિસ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓની પૂછપરછ કરશે.

air asia

એર એશિયાના અધિકારીઓને 20 જાન્યુઆરીએ હાજર થવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મની લોન્ડ્રિંગ મામલામાં તેઓ ટોની ફર્નાંડિસ સિવાય એર એશિયા એરલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ થરુમલિંગમ ચંદિલિયા અને એર એશિયામાં પર્યાપ્ત ભાગીદારી રાખના ઉદ્યોગપતિ અરુણ ભાટિયાને સમય જાહેર કરવામાં આવ્યું છે.

ઈડીએ ફર્નાંડિસને પૂછપરછ માટે 20 જાન્યુઆરીએ બોલાવ્યા છે. તપાસને આગળ વધારવા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈડીએ એર એશિયા અને તેના અધિકારીઓ વિરુદ્ધ 2018માં મની લોન્ડ્રિંગ રોકથામ અધિનિયમ અંતર્ગત મામલો નોંધી લીધો હતો. એર એશિયાના અધિકારીઓ પર આરોપ છે કે તેમણે પોતાની ભારતીય કંપની એર એશિયા ઈન્ડિયા લિમિટેડના આંતરરાષ્ટ્રીય લાયસેન્સ અપાવવા માટે સરકારી નીતિઓને ખોટી રીતે પ્રભાવિત કરવાની કોશિશ કરી છે.

7000 કરોડનું રોકાણ કરી ભારત પર કોઈ અહેસાન નથી કરતું Amazon: પીયૂષ ગોયલ7000 કરોડનું રોકાણ કરી ભારત પર કોઈ અહેસાન નથી કરતું Amazon: પીયૂષ ગોયલ

English summary
AirAsia Scam: ED summons top management; Tony Fernandes to appear before agency on Jan 20
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X