For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરસેલના ગ્રાહકોને મળશે રોમિંગ ફ્રી સર્વિસનો લાભ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

aircel
નવી દિલ્હી, 29 જાન્યુઆરી: દૂરસંચાર કંપની એરસેલે પોતાના સર્કલમાં રોમિંગ ફ્રી કરી ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી છે. સોમવારે કંપનીએ વન નેશન વન વોઇસના નામથી પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન મુજબ રોમિંગ દરમિયાન કોલ, એસએમએસ અને ડેટા સર્વિસ માટે કોઇ વધારે ચાર્જ ચૂકવવો પડશે નહી. હોમ સર્કલની સાથે રોમિંગ પર 1 પૈસા પ્રતિ સેકન્ડમાં વાત થઇ શકશે. જ્યારે ઇનકમિંગ કોલ એકદમ નિશુલ્ક રહેશે. એસએમએસ એક રૂપિયામાં મોકલી શકાશે.

દિલ્હીના ગ્રાહકોને વન નેશન વન વોઇસ પ્લાન 39 રૂપિયામાં મળશે, જ્યારે મુંબઇમાં 32 રૂપિયા ચુકવવા પડશે. બીજા સર્કલોમાં આ પ્લાન 21 થી 59 રૂપિયામાં આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય દૂરસંચાર મંત્રી કપિલ સિબ્બલે નેશનલ ટેલિકોમ પોલિસી 2012 હેઠળ પહલેથી જાહેરાત કરી દિધી છે કે 2013માં આખુ ભારત રોમિંગ ફ્રી થઇ જશે. આ મુજબ એરસેલે પોતાનું અભિયાન શરૂ કરી દિધુ છે. જલદી જ અન્ય કંપનીઓ પણ આવી યોજના બનાવી રહી છે.

English summary
Aircel today launched a product that offers users one rate for voice, SMS and data in home circles and on roaming.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X