For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો લાભ ઉઠાવવા એરલાઇન કંપનીઓના ગુજરાતમાં ડેરા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 23 ડિસેમ્બર : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને પ્રવાસી ભારતીય દિવસ જેવી બે મોટી ઇવેન્ટ્સમાં વિશ્વભરમાંથી આવનારા પ્રવાસીઓનો લાભ લેવા માટે દેશની અનેક એરલાઇન્સે ગુજરાત પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

એરલાઇન કંપનીઓ વર્ષ 2015ની શરૂઆત પહેલાં જ ગુજરાતનાં મોટાં શહેરોને હવાઈમાર્ગે જોડવાના પ્રયત્નોમાં છે. આ અંગે અગ્રણી બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઇન્ટ્રા સ્ટેટ વિમાનસેવા શરૂ કરવા માટે મેરીટાઇમ એનર્જી હેલી એર સર્વિસિસ (મેહેર એવિયેશન)એ તેનું પ્રથમ વિમાન અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરી દીધું છે.

ઇટીને એરપોર્ટનાં સૂત્રોએ આ બાબતની પુષ્ટિ આપી હતી. કંપની વાઇબ્રન્ટ સમિટ અગાઉ, 31 ડિસેમ્બર પહેલાં જ ઇન્ટ્રા-સ્ટેટ વિમાન સેવા શરૂ કરી દેશે. અમદાવાદમાં તેમનું પ્રથમ પ્લેન લઈને આવેલા મેહેર એવિએશનના વડા સિદ્ધાર્થ વર્માએ જણાવ્યું હતું કે 'હવાઈસેવા અંગે સત્તાવાર જાહેરાત માત્ર રાજ્ય સરકાર કરશે, હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી.'

airline-companies-1

રાજ્યનાં શહેરોને વિમાન સેવાથી જોડવા માટે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ દ્વારા ટેન્ડર બહાર પાડીને મેરીટાઇમ એનર્જી હેલી એર સર્વિસિસ (મેહેર)ની પસંદગી કરવામાં આવી હતી. સેવા પૂરી પાડવા માટે 9થી 19 સીટની ક્ષમતાવાળાં બે વિમાનોથી શરૂઆત કરવામાં આવશે.

અમદાવાદ, સુરત, જામનગર, ભાવનગર, ભૂજ, કંડલા, કેશોદ, પોરબંદર, રાજકોટ જેવાં શહેરોને વિમાન સેવા હેઠળ સાંકળી લેવામાં આવશે. મેહેર એવિએશન અમદાવાદથી ભૂજ સેક્ટર અને અમદાવાદથી જામનગરને આવરી લેશે. સુરતમાં ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલા એક જૂથે ડાયમંડ એરોનોટિક્સ નામથી વિમાન સેવા શરૂ કરી છે, જે ભાવનગર અને સુરતને આવરી લે છે. સમગ્ર ગુજરાતને આવરી લેવા માટે નજીકના ભવિષ્યમાં શિડ્યુલ જાહેર થશે.

ગુજરાતમાં આંતરિક વિમાન સેવા શરૂ કરવાનો પ્રયાસ સૌથી પહેલાં કરવામાં આવ્યો હતો, પરંતુ તેના અમલ પહેલાં જ મધ્યપ્રદેશે ઇન્ટ્રા સ્ટેટ હવાઈ મુસાફરી ચાલુ કરી હતી. ગુજરાત સરકાર ફરી પ્રયત્ન કરતી હતી ત્યારે કેપ્ટન ગોપીનાથે ડેક્કન ચાર્ટર્ડ નામે પોતાની સેવા શરૂ કરવા જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકારની મંજૂરી ન મળતાં તેઓ પણ અટવાયા હતા. ત્યાર બાદ મેહેર એર સર્વિસે ગુજરાતમાં પાણી અને જમીન બંને જગ્યાએ ઉતરાણ કરી શકે તેવી એમ્ફિબિયસ સેવાની વાત કરી હતી. તેમાં પણ અન્ય રાજ્યો આગળ નીકળી ગયાં છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં પ્રવાસન સેવા માટે એમ્ફિબિયસ પ્લેન સેવા ચાલુ થઈ છે.

ગુજરાતના ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓએ અમદાવાદથી સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છનો પ્રવાસ વારંવાર કરવો પડતો હોય છે. તેઓ સમય બચાવી શકે તે માટે વિમાન સેવાની માંગણી ઘણા સમયથી થતી હતી. આ હેતુસર જ ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેઇલ) હેઠળ આ સેવા શરૂ કરવામાં આવશે.

આ અંગે રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભ પટેલે અગાઉ જણાવ્યું હતું કે ગુજરાતે એક દાયકામાં ઉદ્યોગ અને વેપારની દૃષ્ટિએ વિકાસની હરણફાળ ભરી છે. ત્યારે ગુજરાતના મહત્ત્વનાં સ્થળોને ઇન્ટ્રા-સ્ટેટ હવાઈ સેવાઓનો લાભ આગામી બે માસમાં મળી રહેશે.

નોંધનીય છે તે તાજેતરમાં ટાટા વિસ્તારાએ પણ દિલ્હીથી મુંબઇ અને અમદાવાદની વિમાનસેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી.

English summary
Airline companies focus on Gujarat to get business in Vibrant Gujarat Summit 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X