For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી એરપોર્ટ પર લગેજ સ્કેનિંગ માટે આપવો પડશે ચાર્જ

દિલ્હી એરપોર્ટ ઓપરેટર દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. એ આગામી મહિનાની એક તારીખથી વિમાન દીઠ પ્રત્યેક એક્સ-રે બેગેજ ચાર્જ લાગવાનો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હી એરપોર્ટ ઓપરેટર દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. એ આગામી મહિનાની એક તારીખથી વિમાન દીઠ પ્રત્યેક એક્સ-રે બેગેજ ચાર્જ લાગવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક માર્ગો માટે ઉડાન ભરનારા પ્રત્યેક વિમાન પર 110 થી 880 રૂપિયા ચાર્જ લગાવવામાં આવશે. તો આંતરરાષ્ટ્રીય માર્ગો માટે ઉડાન ભરતા વિમાનો માટે આ ચાર્જ 149.33 ડોલર થી 209.55 ડોલર પ્રતિ વિમાન હશે.

delhi airport

આ સાથે દિલ્હી એરપોર્ટથી ઉડાન ભરતા મુસાફરોને તેમના ખિસ્સામાંથી 50 રૂપિયા સુધી વધુ આપવા પડશે. ભારતીય એરપોર્ટ આર્થિક નિયમનકારી સત્તાધિકાર (એરા) ના આદેશ મુજબ આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં મોટા વિમાન પર આ ચાર્જ 209.55 ડોલર(14,908 રૂપિયા), નાના વિમાનો પર 149.33 ડોલર(10,624 રૂપિયા) પ્રતિ વિમાન હશે. આ સાથે એરલાઈન્સ એક્સ-રે બેગેજ ચાર્જનો બોજ મુસાફરોને સ્થાનાંતરિત કરશે.

ડોમેસ્ટિક પર 5 રૂપિયા તો ઈંટરનેશનલ ફ્લાઇટ પર 50 રૂપિયા

જણાવી દઈએ કે એરાના 10 જાન્યુઆરીના રોજ ચાર પાનના ઓર્ડર્સ મુજબ ડાયલ 1 ફેબ્રુઆરીથી એક્સ-રે બેગેજ ચાર્જ લગાવી શકે છે. એક એરલાઇનના અધિકારીએ કહ્યું છે કે એક્સ-રે બેગેજ ચાર્જનો બોજો મુસાફરો પર નાખવામાં આવશે.

બીજી તરફ સૂત્રોનું માનીએ તો, સ્થાનિક ફ્લાઇટ પકડનારા મુસાફરો પર એક્સ-રે બેગેજ ચાર્જ 5 રૂપિયાથી વધુ નહીં હોય. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર, તે 50 રૂપિયાથી વધુ નહીં થશે.

સ્થાનિક માર્ગો પર વિમાનની 25 બેઠકો માટે ચાર્જ 110 રૂપિયા અને 26 થી 50 બેઠકોના વિમાન પર 220 રૂપિયા હશે. 50 થી 100 બેઠકોના વિમાન પર ચાર્જ 495 રૂપિયા અને 101 થી 200 બેઠકોના વિમાન પર 770 રૂપિયા અને 200 થી વધુ બેઠકોના વિમાન પર 880 રૂપિયા હશે.

English summary
Airport Passengers To Pay 50 Rupees For Baggage Scanning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X