એરટેલ : 4G સેવા દરમાં 31 ટકાનો ઘટાડો

આ ઓફરની ખાસ બાબત એ છે કે આ શહેરોમાં 4જી સેવાઓ ડિસ્કાઉન્ટેડ રેટ્સ પર ઉપલબ્ધ બનશે. આ શહેરોમાં માત્ર રૂપિયા 450ના દરેથી 4જી સેવાઓ શરૂ થશે. અગાઉ આ સેવા માટે ગ્રાહકોએ રૂપિયા 650 ચૂકવવા પડતા હતા. આમ કંપનીએ સમગ્ર પેકેજમાં 31 ટકાનો ઘટાડો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કંપનીએ તાજેતરમાં પંજાબ અને હરિયાણામાં તેના 2જી પેકેટના દરોમાં 90 ટકાનો ઘટાડો કર્યો છે. કંપની પોતાની આવક વધારવા માટે હવે 4જી સેવાના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે.
કંપનીએ 4જી સેવાઓ અંતર્ગત રૂપિયા 999 રૂપિયાથી વધારાના પેકેજ પર 1000 ફિલ્મો અને 100 ગેમ્સની લાયબ્રેરીની યોજના પણ ઓફર કરી છે. કંપનીએ પોતાના એક નિવેદનમાં એવું જણાવ્યું છે કે પ્રતિ માસ રૂપિયા 450ની ચૂકવણી વાળા પેકેજથી ગ્રાહકોને ઇન્ટરનેટની ઝડપી ગતિનો આનંદ માણવાનો મોકો મળશે.












Click it and Unblock the Notifications
