એરટેલે ક્વોલકોમની 4જી કંપનીનો 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એરટેલ વાયરલેસ બિઝનેસ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના 100 ટકા ઇક્વિટી શેરનું ટેકઓવર કરી લીધું છે. WBSPL મુંબઈ, દિલ્હી, હરિયાણા અને કેરળના ટેલિકોમ સર્કલોમાં બીડબલ્યૂ સ્ટ્રેક્ટ્રમ ધરાવે છે.
એરટેલે જુલાઈમાં WBSPLમાં 49 ટકાની ભાગીદારી વધારી 51 ટકા કરી લીધી હતી. WBSPL પાસે જે સ્પ્રેક્ટ્રમ રહેલા છે તેનો ઉપયોગ દિલ્હી, મુંબઈ, હરિયાણા અને કેરળમાં હાઇસ્પીડ 4જી સેવાઓ માટે કરવામાં આવી શકે છે. એરટેલ પાસે પંજાબ, મહારાષ્ટ્ર, કોલકાત્તા અને કર્ણાટકમાં આવા સ્પ્રેક્ટ્રમ છે. એરટેલે અગાઉ બેંગાલુરુ, પૂણે, કોલકાત્તા, ચંદીગઢ, મોહાલી અને પંચકૂલામાં 4જી સેવાઓ શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
