એરટેલ લાવ્યુ 120 જીબી ફ્રી ડેટા ઑફર, જાણો કેવી રીતે મળશે

Subscribe to Oneindia News

દેશની નંબર- 1 ટેલિકોમ કંપની એરટેલ પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઑફર લઇને આવ્યુ છે. આ ઑફર અંતર્ગત એપલનો આઇફોન 7 કે આઇફોન 7 પ્લસ ખરીદવા પર તમને 120 જીબી 4જી/3જી ડેટા ફ્રી મળશે.
આ ઑફર અંતર્ગત ગ્રાહકોને દર મહિને 10 જીબી ડેટા ફ્રી આપવામાં આવશે. આ ઑફરનો લાભ તમે ત્યારે જ ઉઠાવી શકશો જ્યારે તમારી પાસે એરટેલનો એરટેલ ઇનફિનિટિ પોસ્ટપેડ પ્લાન હશે. એટલે આ પ્લાન માત્ર પોસ્ટપેડ ગ્રાહકો માટે જ છે અને તે પણ એક એક ખાસ પ્લાન લેવા પર.

airtel

જિયો પહેલા જ આપી ચૂક્યુ છે આ ઑફર

જિયો પહેલા જ આ ઑફર આપી ચૂક્યુ છે. કોઇ પણ આઇફોનની ખરીદી પર તમને જિયોનો રુ. 1499 પ્રતિ મહિનાનો પ્લાન 1 વર્ષ માટે ફ્રી મળશે, જે 1 જાન્યુઆરી 2017 થી લાગૂ થશે.
આઇફોન 7 અને આઇફોન 7 પ્લસને કોઇ દુકાન પરથી પણ ખરીદી શકાય છે અને એરટેલની અધિકૃત વેબસાઇટ પરથી પણ. ત્યારબાદ ગ્રાહક પોતાના પ્લાન અંતર્ગત મળનારી સુવિધાઓ ઉપરાંત 10 જીબી ડેટાનો અલગથી લાભ ઉઠાવી શકશે.

શું છે એરટેલ ઇનફિનિટિ પ્લાન

એરટેલના ઇનફિનિટિ પ્લાન અંતર્ગત અનલિમિટેડ કૉલ્સ આપવામાં આવે છે. આ પ્લાન પોસ્ટપેડ ગ્રાહકો માટે 649 રુપિયાથી લઇને 2999 રુપિયા સુધીનો છે, જ્યારે પ્રીપેડ ગ્રાહકો માટે આ પ્લાન 1098 રુપિયાથી લઇને 3249 સુધીનો છે. તમને જણાવી દઇએ કે જો તમે આઇફોન 7 અને આઇફોન 7 પ્લસના 10 જીબી ડેટાના ઑફરનો લાભ લેવા માંગો છો તો તમારે એરટેલના પોસ્ટપેડ ઇનફિનિટિ પ્લાનમાંથી જ કોઇ એક પસંદ કરવો પડશે.

English summary
airtel will give 120 gb free data on iphone 7 purchase
Please Wait while comments are loading...