For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઊંચું વ્યાજ આપી લલચાવતા લો રેટેડ NCDs ખરીદતા સાવધ રહો

|
Google Oneindia Gujarati News

તાજેતરના સમયમાં કેટલીક કંપનીઓએ તેમના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી - NCD) બહાર પાડ્યા છે. આ કંપનીઓ શ્રેષ્ઠ રેટિંગ ધરાવતી નથી અને ઊંચા વ્યાજદરને કારણે રોકાણકારો આકર્ષાઇ રહ્યા છે. આવા સમયે એક પ્રશ્ન થાય કે ટોચનું રેટિંગ ન ધરાવતી કંપનીઓના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)માં રોકાણકારોએ રોકાણ કરવાનું જોખમ લેવું જોઇએ?

સાવધાન રહો

સાવધાન રહો


વેલ્થ મેનેજર્સનું કહેવું છે કે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હાલમાં ફિકસ્ડ ડિપોઝિટ સ્કીમ લાવી રહી નથી, તેથી રોકાણકારો પાસે વિકલ્પ ઓછા છે. આવા સમયે એનસીડીમાં રોકાણ કરતી વખતે સાવધાન રહેવું જોઇએ.

કેવા NCD સારા?

કેવા NCD સારા?


એક્સપર્ટ્સના મતે જો રોકાણકાર મોટું જોખમ લેવા તૈયાર હોય તો તેમણે AA અને તેના કરતા ઊંચું રેટિંગ ધરાવતી કંપનીઓના એનસીડીને પ્રાધાન્ય આપવું જોઇએ. કારણ કે તે NCDsમાં સૌથી સલામત ગણવામાં આવે છે. માર્કેટમાં નીચું રેટિંગ ધરાવતી NCDs છે તેનાથી દૂર રહેવું જોઇએ. જેમ કે કોસામટ્ટમના એનસીડીનું રેટિંગ BBB-, મુથૂટુ મિનીનું રેટિંગ BB+ અને મુથૂટ ફિનકોર્પનું રેટિંગ 'A' છે.

આકર્ષક વ્યાજ દરોનું આકર્ષણ ફસાવશે

આકર્ષક વ્યાજ દરોનું આકર્ષણ ફસાવશે


બેન્ક ડિપોઝિટની સરખામણીમાં ઊંચા વ્યાજદરને કારણે રોકાણકારો આ એનસીડી પ્રત્યે આકર્ષાય છે. ઉદાહરણ તરીકે કોસામટ્ટમ ફાઇનાન્સ વાર્ષિક 13 ટકા અને મુથૂટુ મિની વાર્ષિક 12.75 ટકા વ્યાજદર ઓફર કરે છે. બેન્કની ફિકસ્ડ ડિપોઝિટના વ્યાજદર કરતા આ દરો 3થી 3.5 ટકા ઊંચા છે.

NCDની મુદ્દત

NCDની મુદ્દત


વર્તમાન સમયમાં જે NCDs બહાર પડે છે તેની મુદત 400 દિવસથી 72 મહિના સુધીની છે અને રોકાણકારોને માસિક, વાર્ષિક કે મુદતને અંતે વ્યાજ મેળવવાની સરળતા પણ છે.

કોણ શા માટે આકર્ષાય છે?

કોણ શા માટે આકર્ષાય છે?


સામાન્ય રીતે વ્યાજની આવક મારફત માસિક ખર્ચ કાઢતા વરિષ્ઠ નાગરિકો તથા નીચા ટેક્સ સ્લેબમાં આવતા લોકો આવા એનસીડીમાં રોકાણ કરતા હોય છે. બેન્ક ડિપોઝિટમાં વાર્ષિક રૂપિયા 10,000થી વધુ વ્યાજની આવક પર ટીડીએસ લાગુ પડે છે. એનસીડીના કિસ્સામાં તે ડિમેટ સ્વરૂપમાં હોય તો ટીડીએસ કપાત થતો નથી.

English summary
Be alert to buying low rated NCDs offering high interest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X