For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MSME : Amazon આવી રીતે આપશે નાના વેપારીઓને બિઝનેસ કરવાની તક

એમેઝોન 26-27 જુલાઇએ તેના પ્રાઇમ ડે સેલ માટે તૈયાર છે. એમેઝોન 450+ શહેરોમાં 75,000 થી વધુ સ્થાનિક વેપારીઓ સાથે ભારતમાં તેના પ્રાઇમ ડેની શરૂઆત કરશે.

|
Google Oneindia Gujarati News

એમેઝોન 26-27 જુલાઇએ તેના પ્રાઇમ ડે સેલ માટે તૈયાર છે. તેનાથી બજારમાં 100 થી વધુ MSME વેચાણકર્તાઓની લૉન અને ગાર્ડન, કરિયાણા, ઇલેક્ટ્રોનિક્સ, હોમ અને કિચન, ફેશન, બ્યૂટી, જ્વેલરી અને સ્ટેશનરી સહિતના 2,400 થી વધુ નવી પ્રોડક્ટ લોંચ કરશે. આ વિક્રેતાઓમાં સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ, મહિલા ઉદ્યમીઓ, કારીગરો અને વણકર પણ શામેલ હશે. એમેઝોન 450+ શહેરોમાં 75,000 થી વધુ સ્થાનિક વેપારીઓ સાથે ભારતમાં તેના પ્રાઇમ ડેની શરૂઆત કરશે.

800 થી વધુ સ્ટાર્ટઅપ્સ પ્રોડક્ટ લોંચ કરશે

800 થી વધુ સ્ટાર્ટઅપ્સ પ્રોડક્ટ લોંચ કરશે

એમેઝોન મુજબ, 800 થી વધુ સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ એમેઝોન લોંચપેડ હેઠળ ઇલેક્ટ્રોનિક્સ, કરિયાણા, બ્યૂટી, કપડા અને કિચન પ્રોડક્ટ લોન્ચ કરશે. આ એક વૈશ્વિક પ્રોગ્રામ છે જે સ્ટાર્ટઅપ્સ અને ઉભરતી બ્રાન્ડ્સના ઉત્પાદનો એમેઝોન ગ્રાહકો સુધી પહોંચાડે છે. નાના ઉદ્યોગોને મજબૂત બનાવવાના પ્રયત્નો ચાલુ રાખીને કંપની નાના અને મધ્યમ વ્યવસાયોને પ્રાઇમ ડે સમર્પિત કરી રહી છે, જેમાં 75000 હજાર લોકલ સ્ટોર સામેલ થશે અને પ્રાઇમ ડેથી શરૂઆત કરશે.

મહિલાઓ અને એનજીઓ માટે તક

મહિલાઓ અને એનજીઓ માટે તક

એમેઝોને એમ પણ કહ્યું હતું કે 500 થી વધુ મહિલા સંચાલિત ઉદ્યોગો, બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) અને સરકારી સંસ્થાઓ એમેઝોન સહેલી પ્રોગ્રામમાં 90,000 થી વધુ ઉત્પાદનોનું વેચાણ કરી શકશે. જ્યારે એમેઝોન આર્ટિસ્ટ પ્રોગ્રામમાં 272 થી વધુ પ્રકારની હસ્તકલા સાથે જોડાયેલા 1.2 મિલિયન કારીગરોને સંબલપુરી સાડી, જામદાની સાડી, બ્લોક પ્રિન્ટેડ ઓફર કરશે. એમેઝોન પ્રાઇનામ હાલમાં ભારત સહિત 22 દેશોમાં 20 કરોડથી વધુ સભ્યો છે.

નેટવર્કનો વિસ્તાર કરશે

નેટવર્કનો વિસ્તાર કરશે

કંપનીએ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે, તે હાલના નવ કેન્દ્રોના વિસ્તરણ અને 11 નવા સ્થળોએ શરૂઆત સાથે નેટવર્કને વિસ્તારશે. આ વિસ્તરણથી કંપનીના ફુલફિલમેન્ટ સેન્ટરોની સંગ્રહ ક્ષમતામાં 40 ટકાનો વધારો થશે. જ્યારે 8.5 લાખ વેપારીઓ માટે કુલ સ્ટોરેજ ક્ષમતા 43 મિલિયન ક્યુબિક ફીટ હશે, જેમાંથી મોટાભાગના MSME છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં, એમેઝોને MSME ક્ષેત્રના વેપારીઓના વ્યવસાયને વધારવા માટે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) સાથે ભાગીદારી કરી હતી. કંપનીએ કહ્યું હતું કે આ ભાગીદારી દ્વારા 10 રાજ્યોમાં MSME ક્ષેત્રની નિકાસ ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એમેઝોન ઇન્ડિયા, સીઆઈઆઈના સહયોગથી 10 રાજ્યોમાં MSME ને ભારતમાં અને વૈશ્વિક સ્તરે તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા તાલીમ આપશે.

English summary
Amazon will thus give merchants the opportunity to do business
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X