For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Amul દૂધની કિંમતો આજથી વધી, જાણો નવી કિંમતો

અમુલના દૂધ પર આજથી પ્રતિ લિટર બે રૂપિયા વધ્યા છે. કંપનીએ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો અને જણાવ્યું હતું છે કે મંગળવારથી એટલે કે આજથી નવા દરો અસરકારક રહેશે.

|
Google Oneindia Gujarati News

અમુલના દૂધ પર આજથી પ્રતિ લિટર બે રૂપિયા વધ્યા છે. કંપનીએ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો અને જણાવ્યું હતું છે કે મંગળવારથી એટલે કે આજથી નવા દરો અસરકારક રહેશે. સહકારી સંસ્થા ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના એમડી આરએસ સોઢી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. અમુલે ગયા વર્ષે માર્ચ 2017 માં દૂધની કિંમતમાં વધારો કર્યો હતો.

Amul

નવા દર આ હશે

અત્યાર સુધી દિલ્હી-એનસીઆર, અમુલનું ટોંડ દૂધ (અમુલ ફ્રેશ) 42 રૂપિયા પ્રતિ લિટર , જ્યારે ફુલ ક્રીમ (અમુલ ગોલ્ડ) દૂધ 52 રૂપિયા પ્રતિ લીટર મળતું હતું. આજથી અમુલનું ફૂલ ક્રીમ દૂધ 54 રૂપિયા પ્રતિ લિટર અને ટોંડ દૂધ 44 રૂપિયા પ્રતિ લિટર મળશે. અમદાવાદમાં અમુલ ગોલ્ડના અડધા લિટર પેકની કિંમત હવે 27 રૂપિયા, અમુલ શક્તિના 25 રૂપિયા, અમુલ તાજાના 21 રૂપિયા મળશે અને જયારે અમુલ ડાયમંડનું અડધા લિટરનું પેકેટ 28 રૂપિયામાં મળશે. કંપનીએ કહ્યું કે ગુજરાતમાં ગાયના દૂધની કિંમતમાં વધારો થયો નથી.

સમગ્ર દેશમાં વધારો લાગુ

જણાવી દઈએ કે GCMMF એ અમુલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધમાંથી બનેલા વિભિન્ન ઉત્પાદનોને વેચે છે. અમુલ હાલમાં દિલ્હી-એનસીઆર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં 6 જુદા જુદા બ્રાન્ડ નામોથી દૂધ વેચે છે. દૂધના આ પેકેટો અડધા અને એક લિટરમાં આવે છે. જો કે, અમુલ દૂધ અમુક સિલેક્ટેડ બજારોમાં પાંચ-પાંચ લિટર પેકેટમાં પણ ઉપલબ્ધ છે.

જીસીએમએમએફે જણાવ્યું હતું કે, "બે વર્ષ પછી દૂધની કિંમતમાં લિટર દીઠ બે રૂપિયા વધ્યા છે." તેનો ઉદ્દેશ તેમના દૂધ ઉત્પાદકોને વધુ કિંમત આપવાનો છે જેથી દૂધ ઉત્પાદનમાં ઘટાડાની અને ખર્ચમાં વધારાની ભરપાઈ થઈ શકે.

English summary
Amul Increased Milk Price By Rs 2per Liter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X