For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્થવ્યવસ્થા પર સરકારના દાવા ખોટા, 4.7 નહિ 3.7 છે આપણી GDP: આનંદ શર્મા

કોંગ્રેસ પાર્ટીએ એક વાર ફરીથી મંદી અને આર્થિક મોરચે મોદી સરકારને આડે હાથ લીધી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ, અમે સરકારના કાલના દાવાને ફગાવીએ છીએ.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ પાર્ટીએ એક વાર ફરીથી મંદી અને આર્થિક મોરચે મોદી સરકારને આડે હાથ લીધી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ, અમે સરકારના કાલના દાવાને ફગાવીએ છીએ કે જે ભારતની અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ઘટાડો આવી રહ્યો હતો તે ખતમ થઈ રહ્યો છે. જો સરકારી ખર્ચને જોઈએ - ડિફેન્સ, પ્રશાસન અને સર્વિસીઝ. આ ત્રણેને તમે કાઢી નાખો તો 3.7 ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) છે આપણી, 4.7 નહિ. તમને જણાવી દઈએ કે મોદી સરકારને શુક્રવારે ત્રીજા ત્રિમાસિક ગાળાના આંકડા રજૂ કર્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અર્થવ્યવસ્થામાં ઘટાડા પર બ્રેક લાગી રહ્યો છે. જો કે શનિવારે સરકારે આંકડામાં સુધારો કર્યો તે બાદ જીડીપી ગ્રોથમાં ઘટાડો જણાવવામાં આવ્યો છે.

Anand Sharma

જીડીપી મુદ્દે કોંગ્રેસ નેતા આનંદ શર્માએ મોદી સરકારને ઘેરીને કહ્યુ કે ત્રીજા ત્રિમાસિક ગાળાના આંકડા પાક્કા હોય છે કારણકે એક તો ખરીફ પાક બાદ જે આ વર્ષે સારો થયો, બીજા તહેવારોની મોસમમાં ખપત, માંગમાં વૃદ્ધિ થાય છે એટલા માટે છેલ્લા દશકથી આ ત્રિમાસિકનો જીડીપી સૌથી મજબૂત છે પરંતુ આ વખતે આ છેલ્લા સાત વર્ષોમાં સૌથી ઓછો રહ્યો. આનંદ શર્માએ કહ્યુ કે સાત ક્વાર્ટરમાં જીડીપી ઘટી રહી છે. જો કે આંકડો 4.7 છે પરંતુ નૉમિનલ જીડીપી 7.7 પર આવી ગઈ છે, કે જે હંમેશા ડબલ ડિજિટમાં રહેતી હતી. આવુ દશકોમાં નથી થયુ જે હવે થઈ રહ્યુ છે.

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યુ કે દેશમાં રોકાણ સતત તૂટી રહ્યુ છે અને આ ત્રિમાસિક ગાળામાં 0.6 ટકા રોકાણ છે. જે પહેલાની તુલનામાં 9.2 ટકાથી ઘટ્યુ છે. તેમછતાં તેમનુ એ કહેવુ છે કે અમે રિકવરીના રસ્તે છે તે સ્વીકાર્ય નથી. આનંદ શર્મા કહે છે કે જે બજેટ દિશાહીન છે, જેમાં કોઈ પણ પ્રકારનુ પ્રોત્સાહન નથી મળતુ ના તો ઉત્પાદકને અને ના રોકાણકારને એટલા માટે જે પણ નાણામંત્રીએ કહ્યુ તેમ છતાં તેમાં નિરંતર ઘટાડો છે અસલમાં આપણી જીડીપી 3.7 પર છે 4.7 નથી.

સરકારે બદલ્યા જીડીપીના આંકડા

મંદી અને આર્થિક મોરચે સતત વિપક્ષનો સામનો કરતી મોદી સરકારને ફરીથી ઝટકો લાગ્યો છે. આર્થિક મોરચે રાહતની રાહ જોઈ રહેલી મોદી સરકારને ઝટકો લાગ્યો છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ગ્રોથમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. ભારત સરકારના કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2019-20ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. સરકારે જીડીપીના આંકડામાં સુધારો કર્યો છે. પહેલાના આંકડામાં જ્યાં સામાન્ય સુધારો દેખાઈ રહ્યો છે, ત્યાં નવા આંકડા મુજબ ઘટાડાનો દોર ચાલુ છે.

આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ દોષી અક્ષયે દાખલ કરી નવી અરજી, 3 માર્ચે થવાની છે બધાને ફાંસીઆ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ દોષી અક્ષયે દાખલ કરી નવી અરજી, 3 માર્ચે થવાની છે બધાને ફાંસી

English summary
Anand Sharma said All the government claims on the economy are false 3.7 is our GDP growth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X