હાઇ અને લો એન્ડ માર્કેટ માટે એપ્પલના 5C અને 5S આઇફોન
કેલિફોર્નિયા, 11 સપ્ટેમ્બર : એપલે આજે બે નવા આઈફોન લોન્ચ કર્યા છે. આ બંને આઇફોન હાઇ માર્કેટ અને લૉ એન્ડ માર્કેટને ધ્યાનમાં રાખીને એક સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આ બંને આઇફોન પૈકી આઈફોન-5S હાઇ માર્કેટને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન આઈફોન 5નો અનુગામી છે. જ્યારે બીજો આઇ ફોન લૉ એન્ડ માર્કેટને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે. આ કારણે આઈફોન 5Cની કિંમત અન્ય આઇફોનની સરખામણીએ ઓછી છે.
એપલના સીઈઓ ટીમ કૂકે જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે એમની કંપનીના સ્માર્ટફોન આઈફોન સિરીઝના લેટેસ્ટ આઈફોન-5Cને આજે લોન્ચ કરી દીધો છે. આ પ્રસંગે કૂકે જણાવ્યું કે આઈફોન-5C અને આઈફોન-5Sને લોન્ચ કરવા પાછળનો તેમનો ઈરાદો દુનિયામાં સ્માર્ટફોનની માર્કેટમાં એપલનો હિસ્સો વધારવાનો છે.
કૂકે કંપનીના સિલિકોન વેલીસ્થિત હેડક્વાર્ટર્સમાં નવા આઈફોનના લોન્ચ પ્રસંગે જાહેરાત કરી છે કે બિઝનેસ એટલો બધો વિશાળ પાયે થવા માંડ્યો છે કે આ વર્ષે અમે આઈફોન 5ને બદલી રહ્યા છીએ. અમે બે નવી ડિઝાઈન સાથે એને બદલ્યો છે. આવો જાણીએ શું છે આ ફોનની ખાસિયતો...

સ્લાઇડ
જાણો નવા આઇફોનની ખાસિયતો

સિલિકોન વેલીમાં લોન્ચિંગ
આ બંને નવા આઇફોનનું લોન્ચિંગ સિલિકોન વેલીસ્થિત હેડક્વાર્ટર્સમાં કંપનીના સીઇઓ ટીમ કૂકની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

માર્કેટ હિસ્સો વધારવાનો પ્રયાસ
કંપનીના સીઇઓ ટીમ કૂકના જણાવ્યા અનુસાર આ બંને ફોનનું લોન્ચિંગ માર્કેટ હિસ્સો વધારવા માટે કરવામાં આવ્યું છે.

મોસ્ટ ફોરવર્ડ થિંકિંગ ફોન
એપલના વાઈસ-પ્રેસિડેન્ટ ફિલ શિલરે કહ્યું કે આઈફોન-5S એવો મોસ્ટ ફોરવર્ડ થિન્કિંગ ફોન છે કે અમે આવો અગાઉ ક્યારેય બનાવ્યો નથી.

વિવિધ કલર્સમાં નવો આઇફોન ઉપલબ્ધ
એપલે ફોનના રંગ અંગેની મર્યાદાને પણ વધારી છે. સસ્તી કિંમતનો આઈફોન-5C બ્લૂ, સફેદ, ગુલાબી, પીળા અને લીલા રંગમાં ઉપલબ્ધ છે જ્યારે ટોપ-લાઈન મોડેલ સિલ્વર, ગોલ્ડ અને સાવ નવા - સ્પેસ ગ્રે રંગમાં ઉપલબ્ધ છે.

5C કેમેરા અને પ્રોસેસર
આઈફોન-5Cમાં ચાર ઈંચ રેટિના, 8 MP કેમેરા, A6 પ્રોસેસર છે.

5Cની કિંમત
અમેરિકામાં આ ફોન 99 ડોલર (16 જીબી), 199 ડોલર (32 જીબી)માં મળશે.

આજ મહિને અન્ય નવો ફોન
આ બે ફોન ઉપરાંત એપલે જાહેરાત કરી છે કે આઈઓએસ-7 18 સપ્ટેંબરથી ગ્રાહકોને ઉપલબ્ધ થશે.

ભારતમાં કિંમત જાહેર કરવામાં નથી આવી
આઈફોન-5C A6 પ્રોસેસરથી સંચાલિત છે. ચાર-ઈંચવાળો સ્ક્રીન ધરાવતા આ ફોનની પ્લાસ્ટિક બોડી છે. તેમાં આઈફોન 5 જેવો જ કેમેરા છે. ભારતમાં આ ફોન કેટલા રૂપિયામાં મળશે તે હજી જાણી શકાયું નથી.

આઈફોન-5S કેમેરા અને પ્રોસેસર
આઈફોન-5S A7 પ્રોસેસરથી સંચાલિત છે. તેની ડિઝાઈન આઈફોન 5 જેવી જ છે. તેનો કેમેરા 8MP ઈમેજીસ શૂટ કરી શકે છે.

ઇમેજ સેન્સર મોટું
આઈફોન-5Sનું ઈમેજ સેન્સર આઈફોન-5 કરતા 15 ટકા મોટું છે. આમાં એડિશનલ સિક્યોરિટી તરીકે ફિન્ગરપ્રિન્ટ રીડર છે.

આઈફોન-5S કિંમત
આ ફોન 16 જીબી, 32 જીબી, 64 જીબી વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ થશે. આની કિંમત પણ ભારતમાં કેટલી હશે તે હજી જાણી શકાયું નથી.












Click it and Unblock the Notifications
