For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપલ લોન્ચ કરશે 13 ઇંચનું જંબો આઇપેડ!

By Super
|
Google Oneindia Gujarati News

iPad-Mini
લંડન, 23 જુલાઇઃ આઇપેડના દિવાનાઓ માટે ખુશીના સમાચાર છે, એપલ 13 ઇંચના જંબો આઇપેડ ટેબલેટ પર કામ કરી રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એપલ એવી મોટી સ્ક્રિન બનાવવા જઇ રહ્યું છે, જેનો ઉપયોગ તે પોતાના નવા આઇફોન અતવા ટેબલેટમાં કરી શકે છે. જો આ અફવાઓ સાચી સાબિત થઇ તો એપલના આઇપેડ અને તેના મેકબુક પ્રોની સાઇઝ એક સરખી થઇ જશે. એપલના આ પગલાને સેમસંગ સામેના યુદ્ધ તરીકે જોવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે, થોડાક સમય પહેલા સેમસંગ દ્વારા પણ 13 ઇંચની આસપાસના એટીઆઇવી ક્યૂની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ સોની દ્વારા 13 ઇંચનું ટેબલેટ લોન્ચ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, એપલ 4.7 ઇંચ સ્ક્રિનવાળા પ્લાસ્ટિકના આઇફોન પર કામ કરી રહ્યું છે. જેની કિંમત 63 પાઉન્ડ્સ(5776.38 રૂપિયા)ની આસપાસ હશે. જેનું નામ આઇફોન મિનિ રાખવામાં આવ્યું છે.

એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે, આઇફોનના આ નવા હેન્ડસેટની બોડી પ્લાસ્ટિકની હશે જેથી તેની કિંમત ઓછી રાખી શકાય. આ ફોન પાંચ રંગો- વ્હાઇટ, બ્લેક, પિન્ક અને બ્લ્યુ શેડ્સમાં આવશે.

આઇફોન 5 એપલના લેપટોપની જેમ ગ્લાસ અને એલ્યુમિનિયમથી બનેલો છે. જેના કારણે આ ફોન તો ઘણો મજબૂત બની જાય છે, પરંતુ તેનાથી તેની કિંમત ઘણી વધી ગઇ, પરંતુ આઇફોન મિનિમાં સેમસંગની જેમ પ્લાસ્ટિક કેસની સાથે ગ્લાસ ફ્રન્ટ હશે.

જો કે, આઇફોન મિનિને લઇને હજુ તો અફવાઓ જ ઉડી રહી છે, પરંતુ એશિયામાં કંપનીની સપ્લાઇ ચેનના સૂત્રના હવાલાથી એવા સમાચાર જાણવા મળી રહ્યાં છે કે, ફોન સપ્ટેમ્બરમાં લોન્ચ કરી દેવામાં આવશે. જો એપલે આઇફોન મિનિ લોન્ચ કરી દીધો તો ગ્રાહકોને તો ઘી કેળાં જ છે પરંતુ ફોન નિર્માતા કંપનીઓની ઉંઘ ઉડી જશે.

English summary
Apple is testing a 13 inch iPad as well as an iPhone with a larger screen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X