For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્સેલરમિત્તલે ઓરિસ્સામાં 40000 કરોડનો સ્ટીલ પ્રોજેક્ટ પડતો મૂક્યો

|
Google Oneindia Gujarati News

arcelormittal
લક્ઝમ્બર્ગ, 18 જુલાઇ : આર્સેલરમિત્તલે બુધવારે ઓરિસ્સાના ક્યોંઝર જિલ્લામાં 1.2 ટનની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવતા સ્ટીલ પ્લાન્ટની યોજનાને પડતી મૂકી છે. આ યોજનામાં કંપની અંદાજે રૂપિયા 40000 કરોડનું રોકાણ કરવાની હતી.

દુનિયાની સૌથી મોટી સ્ટીલ નિર્માણ કંપનીએ જણાવ્યું છે કે તે આ યોજનામાંથી બહાર નીકળી રહી છે. કારણ કે તે જરૂરી ભૂમિ અને ખાણ મેળવવામાં સફળ રહી નથી. ભારત અને ચીન સ્થિત કંપનીના સંચાલનના મુખ્ય કાર્યકારી અધિકારી અને કાર્યકારી ઉપાધ્યક્ષ તથા મેનેજમેન્ટ સમિતીના સભ્ય વિજય ભટનાગરે જણાવ્યું કે "પાછલા સાત વર્ષોમાં અમે આ યોજના પાછળ અનેક સંસાધનોનું રોકાણ કર્યું છે. આમ છતાં જમીન મળવામાં વિલંબ અને કેપ્ટિવ લોહ ખાણની ફાળવણીમાં પણ વિલંબ થવાનો મતલબ છે કે હવે આ યોજના વ્યાવહારિક રહી નથી."

ઉલ્લેખનીય છે કે કંપનીએ ડિસેમ્બર 2006માં ઓરિસ્સા સરકાર સાથે એક સહમતિપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે કંપનીએ જણાવ્યું છે કે તે ઝારખંડ અને કર્ણાટકમાં પોતાની યોજના પર કામ ચાલુ રાખશે.

આ પહેલા દક્ષિણ કોરિયાની સ્ટીલ કંપની પોસ્કોએ કર્ણાટકમાં પોતાની 30,000 કરોડ રૂપિયાની સ્ટીલ નિર્માણ યોજના રદ કરી હતી.

English summary
Arcelormittal canceled 40000 crore steel project in Odisha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X