For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સેકન્ડ હેન્ડ કે યુઝ્ડ કાર્સ માટેની ઓટો લોન અંગે આટલું જાણો

|
Google Oneindia Gujarati News

આપ હંમેશા કોઇ વસ્તુ ખરીદો ત્યારે તે બ્રાન્ડ ન્યુ જ ખરીદો તેવું બનતુ ંનથી. કેટલીકવાર કાર કે કોઇ વ્હીકલના કિસ્સામાં તે યુઝ્ડ કાર અથવા સેકન્ડ હેન્ડ કાર ખરીદવામાં આવે તેવું પણ બને છે. કારણ કે આપના ખર્ચાની ગણતરી કરવામાં આવે તો આપને લાગશે કે આપના માટે કારનો યુઝ વધારે નથી ત્યારે ઓછી કિંમતમાં મળતી સેકન્ડ હેન્ડ કાર ખરીદવી વધારે અનુકૂળ રહે છે.

મહત્વની બાબત એ છે કે વર્તમાન સમયમાં યુઝ્ડ કાર્સ કે સેકન્ડ હેન્ડ કાર્સ માટે સરળતાથી લોન મળે છે. આ લોન કારનો કેટલો ઉપયોગ થયો છે તેના આધારે મળે છે. જો આપ 10 વર્ષ જુની કાર લોનથી ખરીદવાનું વિચારી રહ્યા હશો તો આપને આટલી જુની કાર માટે લોન મળશે નહીં.

અહીં ખાસ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે 4થી 5 વર્ષથી વધારે જુની કાર માટે કોઇ પણ બેંક કે સંસ્થા લોન આપતી નથી.

ભારતમાં યુઝ્ડ વ્હીકલ કે સેકન્ડ હેન્ડ વ્હીકલ માટે લોન લેતા સમયે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ...

1. યુઝ્ડ કાર લોનમાં વ્યાજ દર વધારે
સામાન્ય રીતે બ્રાન્ડ ન્યુ કાર માટેની લોનના વ્યાજ દર કરતા યુઝ્ડ કાર્સ માટેનો વ્યાજદર વધારે હોય છે. આ દર સામાન્ય દરથી ત્રણ પોઇન્ટ જેટલો વધારે હોય છે. આ ફેરફાર ફાઇનાન્શિયર પ્રમાણે અલગ અલગ હોય છે.

2. બેંક ઓફર કરે છે સસ્તી લોન
આમ છતાં NBFCની સરખામણીએ બેંકો યુઝ્ડ કાર માટે પ્રમાણમાં ઓછા દરે લોન આપે છે. તેમાં પણ ખાનગી બેંકોની સરખામણીએ સરકારી બેંકો વધારે સસ્તી લોન આપે છે.

3. કારની ઉંમર મહત્વની
કોઇ પણ લોન લેતા સમયે કારની ઉંમર મહત્વની છે. કાર જેટલી જુની હશે તેના પર વ્યાજ દર એટલો જ વધારે રહેશે. આ ઉપરાંત જુની કાર પર લોનની રકમ પણ ઓછી મળશે.

4. સારા ડીલર પાસેથી ખરીદી
જ્યારે પણ સેકન્ડ હેન્ડ કાર લોનથી ખરીદી રહ્યા હોવ ત્યારે સારા ડીલર પાસેથી તેની ખરીદી કરો. જેમ કે મારૂતી માટે ટ્રુ વેલ્યુ છે. જેમાં એન્જીનિયર્સ કારની ચકાસણી કરે છે.

5. ઓછા સમય માટે લોન મેળવો
દાખલા તરીકે બેંકો મહત્તમ 5 વર્ષ માટે ઓટો લોન આપે છે. પરંતુ યુઝ્ડ કાર માટે લોનની પીરિયડ ઓછો હોય છે.

top-5-skoda-cars-in-india-03
English summary
Auto loans for used or second hand cars in India: What you should know?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X