તમને ખબર છે? તમારા ખાતાથી આ વસ્તુઓ માટે કપાય છે પૈસા!
દેશના મોટા ભાગના લોકો બેંકમાં પોતાનું ખાતુ ધરાવે છે. પણ તેમનાથી ભાગ્યેજ કેટલાક લોકો ખબર હશે કે તેમના ખાતામાંથી કંઇ કંઇ વસ્તુઓ માટે પૈસા કપાય છે? જો કે મોટા ભાગની બેંકો આ બાબતોની ડિટેલ તેમની વેબસાઇટ પર લખે છે. પણ આપણી જોડે આવું બધુ વાંચવાનો સમય જ ક્યાં છે?
જો કે જ્યારે બેંક દ્વારા તમારા ખાતામાંથી આ વસ્તુઓ માટે પૈસા કાપવામાં આવે છે ત્યારે તેની ખબર તમને બેંકના સ્ટેટમેન્ટમાં પડે છે. ત્યારે આ કંઇ વસ્તુઓ છે જેના નાણાં બેંક તમારા ખાતામાંથી કાપી લે છે તે વિષે વધુ જાણો અહીં...

મિનિમમ બેલેન્સ
મોટાભાગની બેંકો મિનિમમ બેલેન્સ રાખવાનું કહે છે. દરેક બેંકનું મિનિમમ બેલેન્સ અલગ અલગ હોય છે. જો કે જો તમારા ખાતામાં મિનિમમ બેલેન્સથી પણ ઓછા પૈસા થઇ જાય છે ત્યારે બેંક પેનલ્ટી લગાવી તમારા ખાતામાંથી પૈસા કાપી નાંખે છે.
પેમેન્ટ રોકવી
જો તમે કોઇ ચેક ઇશ્યુ કર્યો છે. પણ ચેક કેશ થવાના પહેલા તમે તેની ચુકવણી રોકવા માંગો છો. તો તે માટે બેંક તમારી પાસેથી થોડા રૂપિયાનો ચાર્જ લેશે. જો કે કેટલીક બેંકો આ માટે મફતમાં સુવિધા પણ આપે છે.
ડેબિટ કાર્ડ
ડેબિટ કાર્ડની ફી 100 થી લઇને 500 રૂપિયા સુધીથી હોય છે. અલગ અલગ બેંકોનો આ માટે અલગ અલગ હિસાબ હોય છે. જો તમે તમારા પરિવારના કોઇ સદસ્ય માટે એડઓન કાર્ડ લો છો તો તેનો પણ ચાર્જ તમારાથી કાપવામાં આવે છે.

ઇમેલ/એસએમએસ એલર્ટ
સાથે તમારા ખાતાથી ઇમેલ/એસએમએસ એલર્ટના પણ પૈસા કપાય છે. જો કે તેનો વાર્ષિક ચાર્જ મીનીમમ હોય છે.
બેંક સ્ટેટમેન્ટ
કેટલીક બેંક ફ્રીમાં સ્ટેટમેન્ટ આપે છે. પણ જો વારંવાર ગ્રાહક વધારે સ્ટેટમેન્ટ માંગો તો તેના કેટલીક બેંકો વધારાના ચાર્જ લેતી હોય છે.
સ્ટૈન્ડિંગ ઇસ્ટ્રક્શન
જ્યારે આપણે ઇચ્છીએ છીએ કે આપણું બિલ ઓટોમેટિક રીતે નિશ્ચિત તારીખે થઇ જાય તો તે માટે તમારા એકાઉન્ટ પર સ્ટૈન્ડિંગ ઇસ્ટ્રક્શન લગાવાય છે. તે માટે પણ ધણી બેંકો પૈસા લે છે. જો કે ચુકવણીની તારીખના દિવસે તમારા ખાતામાં પૈસા નહીં હોય તો તે માટે પણ બેંક પેનલ્ટીરૂપે પૈસા વસૂલે છે.
પાસવર્ડ ભૂલી જવો
જો તમે તમારો નેટવર્કિંગ પાસવર્ડ કે એટીએમ કાર્ડનો પીન નંબર ભૂલી ગયા છો તો મોટાભાગની બેંકો આ માટે તમારી પાસેથી પૈસા લે છે. જો કે આ ચાર્જ બેંક દીઠ અલગ અલગ હોય છે. જો કે ઇન્ટનેટ બેંકિગ મામલે મોટાભાગની બેંક ઓનલાઇન પાસવર્ડ રિકવર કરવાનો પણ વિકલ્પ આપી રહી છે.












Click it and Unblock the Notifications
