For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bank Holidays April 2021: એપ્રિલ મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે, જુઓ યાદી

Bank Holidays April 2021: એપ્રિલ મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે, જુઓ યાદી

By Staff
|
Google Oneindia Gujarati News

બસ હવે થોડા દિવસોમાં જ માર્ચ મહિનો પૂરો થઈ જશે અને એપ્રિલનો મહિનો શરૂ થશે. હરેક મહિનાની જેમ એપ્રિલમાં પણ બેંક થોડા દિવસો માટે બંધ રહેશે. એવામાં જો તમારે એપ્રિલ મહિનામાં બેંક સાથે જોડાયેલાં કોઈ કામ કરવાના હોય તો પહેલાં તમે રજાની યાદી જરૂર ચેક કરી લો. જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં બેંક પૂરા 9 દિવસ બંધ રહેશે. બેંકોની રજા અલગ અલગ રાજ્યોમાં તેના તહેવારોના આધારે છે. જો કે ગુજરાતમાં 1 એપ્રિલ, 14 એપ્રિલ અને 21 એપ્રિલના રોજ બેંકોમાં જાહેર રજા છે.

હોળીના તહેવારને કારણે બંધ રહેશે બેંકો

હોળીના તહેવારને કારણે બંધ રહેશે બેંકો

બેંકની રજાની પેટર્ન આખા દેશમાં એક જેવી નથી હોતી. હરેક રાજ્યમાં અલગ અલગ દિવસે રજા હોય છે. જો તમારે બેંકમાં કંઈ કામ કરવાનું હોય તો આ અઠવાડિયે પૂરું કરી લો નહિતર તમારે 3 એપ્રિલ સુધી ઈંતેજાર કરવો પડી શકે છે. જણાવી દઈએ કે બેંકોમાં બીજા શનિવાર અને રવિવારે રજા હોય છે. આ ઉપરાંત હોળીને પગલે બેંકોમાં રજા રહેશે. તેમાં 27 માર્ચથી 29 માર્ચ સુધી સતત બેંકો બંધ રહેશે.

સતત 4 દિવસ બંધ રહેશે બેંક

સતત 4 દિવસ બંધ રહેશે બેંક

પટનામાં સ્થાનિક બેંકો સતત 4 દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ 30 માર્ચે રજાનું એલાન કર્યું હોવાના કારણે બેંકો બંધ રહેશે. 2 એપ્રિલે ગુડ ફ્રાઈડે છે. તેથી આખા દેશની બેંકો બંધ રહેશે. સેંટ્રલ બેંકના માર્ચ 2021ના હૉલીડે કેલેન્ડર મુજબ કેટલાય રાજ્યોની બેંક 22 માર્ચ, 29 માર્ચ અને 30 માર્ચે બંધ રહેશે.

એપ્રિલમાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે, જુઓ યાદી

એપ્રિલમાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે, જુઓ યાદી

  • 1 એપ્રિલ, ગુરુવાર- ઓરિસ્સા ડે, બેંકોના વાર્ષિક અકાઉન્ટ્સનું ગ્લોઝિં યર
  • 2 એપ્રિલ, શુક્રવાર- ગુડ ફ્રાઈડે
  • 4 એપ્રિલ, રવિવાર- ઈસ્ટર
  • 5 એપ્રિલ, મંગળવાર- ઉગડી, તેલુગૂ ન્યૂ યર, ગુડી પડવો, વૈસાખ, બિજૂ ફેસ્ટિવલ, બોહાગ બિહૂ
  • 14 એપ્રિલ, બુધવાર- ડૉ આંબેડકર જયંતી, તમિલ ન્યૂ યર, અશોકી મહાનની જયંતી
  • 15 એપ્રિલ, ગુરુવાર- હિમાચલ ડે, વિશુ, બંગાલી ન્યૂ યર, સરહુલ
  • 21 એપ્રિલ, ગુરુવાર- રામનવમી
  • 25 એપ્રિલ, રવિવાર- મહાવીર જયંતી
ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા કામ નિપટાવો

ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા કામ નિપટાવો

બેંકોના અવકાશ છતાં હાલના દિવસોમાં મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ ચાલુ રહેશે એવામા બેંકિંગ સાથે જોડાયેલા કામ આ રજાને ધ્યાનમાં રાખી પ્લાન કરી લો. આ ઉપરાંત નાના મોટા કામકાજ માટે તમે ઓનલાઈન બેંકિંગનો પણ ઉપયોગ કરી શકો છો. બેંકની શાખાઓ ભલે બંધ રહે પરંતુ તમે ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા તમારાં કેટલાંય કામ નિપટાવી શકો છો. રાજ્યોમાં બેંકની રજા અલગ અલગ હોય શકે છે. માટે તેને ધ્યાનમાં રાખી તમારાં બેંકને લગતાં કામ નિપટાવી લેવાં.

Sensexમાં ભારે ગિરાવટ, 313 અંક ગગડીને ખૂલ્યું માર્કેટSensexમાં ભારે ગિરાવટ, 313 અંક ગગડીને ખૂલ્યું માર્કેટ

English summary
Bank Holidays April 2021: How many days banks will be closed in April, see list. એપ્રિલ મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે, જુઓ યાદી
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X