આનંદો, બચત ખાતામાં મીનીમમ બેલેન્સ રાખવામાંથી મુક્તિ
નવી દિલ્હી, 2 એપ્રિલ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંક એકાઉન્ટ હોલ્ડર્સ પ્રત્યે ચિંતિત છે. આ કારણે RBIએ બેંકોને નિર્દેશ કર્યો છે કે સેવિંગ બેંક એકાઉન્ટ હોલ્ડર તેના ખાતામાં લઘુત્તમ રકમના રાખે તો તે પેટે કોઇ પણ પ્રકારની ફી વસુલ કરવી નહીં.
ગ્રાહકોના હિતમાં અને ગ્રાહકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવા માટે આરબીઆઇએ બેંકોને ઓનલાઇન બેંકિંગ ટ્રાન્ઝેક્શનમાં જવાબદારી ઘટાડવા જણાવ્યું છે. કારણ કે બેંકો ગ્રાહકો પ્રત્યેની લાપરવાહી ઘટાડવામાં સફળ થઇ શકી નથી.

આરબીઆઇએ બેંકોને નિર્દેશ કર્યો છે કે બચત ખાતાના ગ્રાહકો તેમના ખાતામાં લઘુત્તમ રકમ જાળવે નહીં તો તેમને દંડ પેટે રકમ વસૂલ કરવાને બદલે તેમને પૂરી પાડવામાં આવતી બેંકિંગ સેવાઓમાં ઘટાડો કરવો જોઇએ. ગ્રાહક જ્યારે પણ ખાતામાં લઘુત્તમ રકમ જમા કરાવે ત્યારે બેંકે તમામ સેવાઓ ફરી શરૂ કરવી જોઇએ.
આ ઉપરાંત ટર્મ લોન લેનારાઓને ફ્લોટિંગ દરો પર વ્યાજ નહીં ચૂકવતા પ્રિપેમેન્ટ પેનલ્ટી કે ફોરક્લોઝર ચાર્જીસ નહીં લગાવવા પણ નિર્દેશ કર્યો છે.












Click it and Unblock the Notifications
