SBI: જાણો સૅલરી એકાઉન્ટમાં શું શું મફત આપે છે

એસબીઆઈ સૅલરી એકાઉન્ટ (SBI Salary Account) માં ઘણા પ્રકારના ફાયદા આપે છે. આ લાભ શ્રેણી પ્રમાણે મળે છે.

એસબીઆઈ સૅલરી એકાઉન્ટ (SBI Salary Account) માં ઘણા પ્રકારના ફાયદા આપે છે. આ લાભ શ્રેણી પ્રમાણે મળે છે. જો કે, સૌ પ્રથમ એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારું એકાઉન્ટ કઈ શ્રેણીમાં આવે છે. જો તમારી સૅલરી 5000 રૂપિયાથી 20,000 રૂપિયા છે તો તમે સિલ્વર શ્રેણીમાં આવો છો. જો તમારી સૅલરી 20,000 રૂપિયાથી 50,000 રૂપિયાની વચ્ચે છે તો તમે ગોલ્ડ શ્રેણીમાં આવો છો. આ ઉપરાંત, એસબીઆઈ સૅલરી એકાઉન્ટ (SBI Salary Account) માં 50,000 રૂપિયાથી એક લાખ રૂપિયા સુધી સૅલરી ધરાવતા ડાયમંડ શ્રેણીમાં અને એક લાખથી વધુ સૅલરી ધરાવતા પ્લેટિનમ શ્રેણીમાં આવે છે.

આ પણ વાંચો: SBI ની ખાસ સર્વિસ શરુ, હવે ATM ની મદદથી ઉપાડી શકો છો FD માં જમા ફંડ

એસબીઆઈ સૅલરી એકાઉન્ટની શ્રેણીમાં વધારો કરી શકો છો

એસબીઆઈ સૅલરી એકાઉન્ટની શ્રેણીમાં વધારો કરી શકો છો

આ શ્રેણી અનુસાર એસબીઆઈ સૅલરી એકાઉન્ટમાં સુવિધાઓ મળે છે. દરેક શ્રેણી મુજબ બેંક ડેબિટ કાર્ડને રજૂ કરે છે. પરંતુ જો તમને લાગે કે તમારા એકાઉન્ટની શ્રેણી તમારી સૅલરી સાથે સુસંગત નથી તો તમે તમારી શ્રેણીને વધારવા માટે અરજી કરી શકો છો. આ માટે તમારે તમારી સૅલરીની સ્લીપ સાથે અરજી કરવી પડશે. એસબીઆઈ સૅલરી એકાઉન્ટમાં સૅલરી માત્ર કોર્પોરેટ ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા એમ્પ્લોયરની તરફથી જ મની ટ્રાન્સફરની છૂટ હોય છે. જો સૅલરી દર મહિને ન આવે, તો બેંક આવા એકાઉન્ટનું સ્ટેટસ બદલી શકે છે.

એસબીઆઈ સૅલરી એકાઉન્ટ (SBI Salary Account) માં રિઇંબર્સમેન્ટ કેવી રીતે આવે છે

એસબીઆઈ સૅલરી એકાઉન્ટ (SBI Salary Account) માં રિઇંબર્સમેન્ટ કેવી રીતે આવે છે

કેટલીક કંપનીઓ કર્મચારીઓને સૅલરીનો અમુક હિસ્સો રિઇંબર્સમેન્ટ (Reimbursement) તરીકે આપે છે. આના માટે એક અલગ એકાઉન્ટ ખોલવું પડે છે. એસબીઆઈમાં સૅલરી એકાઉન્ટ ધરાવનારા લોકોનું રિઇંબર્સમેન્ટ એકાઉન્ટ (Reimbursement Account) ખોલવામાં આવે છે. આ રિઇંબર્સમેન્ટ એકાઉન્ટ (Reimbursement Account) મેન એકાઉન્ટ સાથે લિંક હોય છે, જેમાં ઝીરો બેલેન્સની સુવિધા આપવામાં આવે છે. જેમાં રિઇંબર્સમેન્ટ એકાઉન્ટ (Reimbursement Account) પર કોઈ મેન્ટેનન્સ ચાર્જ નથી. એસબીઆઈ સૅલરી એકાઉન્ટ (SBI Salary Account)માં મળતું ડેબિટ કાર્ડ રિઇંબર્સમેન્ટ એકાઉન્ટ સાથે લિંક કરી શકાય છે.

એસબીઆઈ સૅલરી એકાઉન્ટ (SBI Salary Account) ના ફીચર

એસબીઆઈ સૅલરી એકાઉન્ટ (SBI Salary Account) ના ફીચર

-ઝીરો બેલેન્સ એકાઉન્ટ (Zero balance account)

-કોઈપણ બેંકના એટીએમથી ફ્રી અનલિમિટેડ ટ્રાંઝેક્શન (Free Unlimited Transaction)

-ફ્રી એટીએમ ડેબિટ કાર્ડ (Free ATM-Debit Card)

-સંયુક્ત ખાતા ધારક માટે એટીએમ કાર્ડ (ATM Card)

-ફ્રી ઇન્ટરનેટ બેન્કિંગ (Free internet banking)

-ફ્રી મલ્ટિસીટી ચેક (Free multicity check)

-લોકર ચાર્જ (Locker charge) પર 35% ડિસ્કાઉન્ટ

-ફ્રી ડ્રાફ્ટ, એસએમએસ એલર્ટ, ઑનલાઇન NEFT/RTGS

-2 મહિનાની સૅલરી પર ઓવરડ્રાફટ ની સુવિધા (Overdraft on salaries)

નોકરી બદલાઈ જવા પર શું થશે

નોકરી બદલાઈ જવા પર શું થશે

જો તમે નોકરી અને કંપનીમાં ફેરફાર કરો છો, અને તે કંપનીનું પણ એસબીઆઇમાં સૅલરી એકાઉન્ટ છે, તો તમે તમારી નવી કંપનીને તમારા જૂના સૅલરી એકાઉન્ટમાં પગાર ચૂકવવા માટે કહી શકો છો. જો કોઈ કારણસર આ સૅલરી એકાઉન્ટમાં સતત ત્રણ મહિના સુધી તમારી સૅલરી નથી આવતી, તો તમારું એકાઉન્ટ એસબીઆઇના સામાન્ય બચત ખાતામાં રૂપાંતરિત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X