For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 કરોડ ખેડૂતો માટે નાણામંત્રીનુ મોટુ એલાન, 31 મે સુધી વ્યાજમાં મળી છૂટ

નાણામંત્રીએ કહ્યુ કે ગરીબ, ખેડૂત અને પ્રવાસી મજૂર સરકારની પહેલી પ્રાથમિકતા હશે અને આ સંકટકાળમાં તેમની દરેક સંભવ મદદ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. લૉકડાઉન છતાં આનો કહેર શમવાનુ નામ નથી લઈ રહ્યો. ગુરુવારે કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 78 હજારને પાર પહોંચી ગઈ છે. વળી, દેશ પર છવાયેલા કોરોના સંકટથી દેશને ઉભારવા માટે કેન્દ્ર સરકાર સતત ઘોષણાઓ કરી રહી છે. કોરોના વાયરસ લૉકડાઉનના કારણે સુસ્ત થયેલી અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકોને રાહત આપવા માટેના પ્રધાનમંત્રી મોદીના 20 લાખ કરોડના પેકેજના બીજા ફેઝનુ એલાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યુ. સીતારમણે આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને ઘણા એલાન કર્યા. જેમાં નાણામંત્રીએ કહ્યુ કે ગરીબ, ખેડૂત અને પ્રવાસી મજૂર સરકારની પહેલી પ્રાથમિકતા હશે અને આ સંકટકાળમાં તેમની દરેક સંભવ મદદ કરવામાં આવશે.

રિપેમેન્ટની તારીખ લંબાવાઈ

રિપેમેન્ટની તારીખ લંબાવાઈ

કોરોનાના સમયમાં 63 લાખ લોન કૃષિ ક્ષેત્ર માટે મંજૂર કરવામાં આવી, આ રકમ 86,600 કરોડ રૂપિયા છે. પાક લોન પર જે રીપેમેન્ટની તારીખ 1 માર્ચ હતી, તેને વધારીને 31 મે 2020 કરી દેવામાં આવી છે. દેશના 3 કરોડ ખેડૂત જેના પર લગભગ 4.22 લાખ કરોડ રૂપિયાની લોન છે તેમને લોન મોરાટોરિયમ પીરિયડનો લાભ ઉઠાવ્યો છે. રાજ્યોએ ખેડૂતોને 6700 કરોડની મદદ આપી છે. 25 લાખ નવા ખેડૂત ક્રેડિટ કાર્ડની મંજૂરી આપવામાં આવી છે જેની લિમિટ 25000 કરોડ હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ ખેડૂતોને 30,000 કરોડ ની વધારાની મદદ નાબાર્ડ દ્વારા આપવામાં આવી રહી છે. આનાથી 3 કરોડ નાના અને લઘુ ઉદ્યોગોને લાભ મળશે.

ખેડૂત ક્રેડિટ કાર્ડના માધ્યમથી 2 લાખ કરોડ રૂપિયાની મદદ

ખેડૂત ક્રેડિટ કાર્ડના માધ્યમથી 2 લાખ કરોડ રૂપિયાની મદદ

નાણામંત્રીએ ભારતના ત્રણ કરોડ ખેડૂતોને 4.22 લાખ કરોડની લોનમાં ત્રણ મહિનાની છૂટ આપવાનુ એલાન કર્યુ. સીતારમણે કહ્યુ કે ખેડૂતોને લોનમાં વ્યાજની છૂટ આપવામાં આવશે અને જે ખેડૂતોએ પોતાની લોનની ચૂકવણી નિયમિત કરી છે તેમને 1 માર્ચથી મે 2020 વચ્ચે છૂટ આપવામાં આવશે. સીતારમણે કહ્યુ કે 25 લાખ નવા ખેડૂત ક્રેડિટ કાર્ડ 25 હજાર કરોડ રૂપિયાની લોન માટે જારી કરવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ છે કે 3 કરોડ ખેડૂતોએ 4.22 લાખ કરોડ રૂપિયાની લોન પર લોન મોરાટોરિયમની સુવિધા લીધી છે. આ ઉપરાંત વ્યાજ પર છૂટ, પાક પર ઈન્સેન્ટીવને 31 મે 2020 સુધી માટે વધારી દેવામાં આવ્યુ છે. આ ઉપરાતં 25 લાખ નવા ખેડૂત ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. આના પર લોન લિમિટ 25 કરોડ હશે. તેમણે જણાવ્યુ કે ગ્રામીણ વિસ્તારોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં 63 લાખની લોન મંજૂર કરી જે લગભગ 86 હજાર 600 કરોડ રૂપિયાની છે. તેમણે જણાવ્યુ કે 1 માર્ચથી 30 એપ્રિલ 2020 વચ્ચે ખેડૂતોને કૃષિ માટે 86 હજાર 6સો કરોડની 63લાખ લોન આપવામાં આવી. આમાં માર્ચ 2020માં નાબાર્ડે 29 હજાર 500 કરોડ રૂપિયાની રિફાઈનાન્સિંગ કરી છે.

30 હજાર કરોડ રૂપિયાની વધારાની સુવિધા આપવામાં આવશે

સીતારમણે જણાવ્યુ કે 29 હજાર 500 કરોડ નાબાર્ડે કોર્પોરેટિવ અને રીજનલ રુરલ બેંકોને માર્ચ 2020માં લોન આપી હતી. નાના અને સીમાંત ખેડૂતોને લાભ આપવા માટે 30 હજાર કરોડ રૂપિયાની વધારાની સુવિધા આપવામાં આવશે. આ નાબાર્ડના 90 હજાર કરોડ રૂપિયાની વધારાનુ ફંડ છે. આ પૈસાી કોઑપરેટીવ બેંક્સ દ્વારા સરકારોને આપવામાં આવશે. આનો લાભ 3 કરોડ ખેડૂતોને મળશે. કેન્દ્ર સરકારે માર્ચ 2020માં રાજ્ય સરકારોને રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડમાં 4 હજાર બસ્સો રૂપિયા આપ્યા. સીતારમણે જણાવ્યુ કે કેન્દ્ર સરકારે રાજ્યોમાં કૃષિ સંબંધી વેપારી સંસ્થાઓને વર્કિંગ કેપિટલ લિમિટ 6700 કરોડ રૂપિયા કરી છે.

પ્રવાસી મજૂરો માટે 2 મહિના સુધી મફત રાશન, 1 વર્ષ માટે વન નેશન વન રાશન કાર્ડ જારીપ્રવાસી મજૂરો માટે 2 મહિના સુધી મફત રાશન, 1 વર્ષ માટે વન નેશન વન રાશન કાર્ડ જારી

English summary
Big relief to 3 crore farmers, loan installment will not have to be given till May
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X