7th Pay Commission : મોંઘવારી ભથ્થા બાબતે આવ્યું મોટુ અપડેટ, સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ
7th Pay Commission : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએમાં વધારાની જાહેરાત આગામી 10 દિવસમાં થઈ શકે છે. આ રિપોર્ટને કારણે સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.
7th Pay Commission : કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે તેવી શક્યતા છે. પહેલા એવી માહિતી હતી કે, કેન્દ્ર સરકાર અંદાજે 50 લાખ કેન્દ્રીય કર્મચારીને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી શકે છે.

આ જાહેરાત સરકાર ક્યારે કરે તે અંગે એક અપડેટ સામે આવ્યું છે. આવામાં સમાચાર આવી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ માટે સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારા સાથે સાથે ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો કરી શકે છે.

જાણો DA અંગેની લેટેસ્ટ અપડેટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાણા મંત્રાલયના એક અધિકારીએ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાંવધારાની જાહેરાત આગામી 10 દિવસમાં કરવામાં આવી શકે છે. હાલમાં મોંઘવારી ભથ્થામાં વધારાને લગતી બાબતો પર પેપર વર્ક ચાલીરહ્યું છે.
સરકાર આગામી દિવસોમાં ગમે, ત્યારે આ અંગેની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ આ વખતે મોંઘવારી ભથ્થામાં 4ટકાના વધારાની અપેક્ષા રાખી શકે છે.

વધારા બાદ 42 ટકા થશે DA
મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નિવૃત્ત કર્મચારીઓ માટે પણ 4 ટકા વધારો આપવામાં આવી શકે છે. નામ જાહેર નકરવાની શરતે, નાણા મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, જો મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે, તો તે 1 જાન્યુઆરી, 2023 થી જલાગુ થશે.
જો કેન્દ્ર સરકાર DAમાં 4 ટકાનો વધારો કરે છે, તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધીને 42 ટકા થઈ જશે. હાલમાંકર્મચારીઓને 38 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. કેન્દ્રએ સપ્ટેમ્બર 2022માં DAમાં 4 ટકાનો વધારો કર્યો હતો, મોંઘવારી ભથ્થું 34ટકાથી વધારીને 38 ટકા કર્યું હતું.

આટલો વધશે પગાર?
કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાને વધારીને 38 ટકા કર્યા બાદ કર્મચારીઓમાં ફિટમેન્ટ ફેક્ટર રેટ વધારવાની સતત માંગ કરવામાં આવીરહી છે.
કેન્દ્રીય કર્મચારીઓ ઈચ્છે છે કે, સરકાર ફિટમેન્ટ ફેક્ટર રેટ 2.57 ગણાથી વધારીને 3.68 ગણો કરે. જો કેન્દ્ર સરકાર ફિટમેન્ટ ફેક્ટરવધારવાની માંગ કરી રહેલા કર્મચારીઓની માંગણી સ્વીકારે, તો સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે.

આવી રીતે વધશે પગાર
જો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયાથવાની ધારણા છે.
આ અગાઉ છઠ્ઠા પગાર પંચની ભલામણ મુજબ ફિટમેન્ટ ફેક્ટર 1.86 ટકા હતું. ડીએ અને ફિટમેન્ટ ફેક્ટર વધારા ઉપરાંત,કેન્દ્ર સરકારના કર્મચારીઓ 18 મહિનાના ડીએ એરિયર્સની પણ માંગ કરી રહ્યા છે. વાસ્તવમાં DA કોરોનાના સમયગાળા દરમિયાન બંધહતો.












Click it and Unblock the Notifications
