For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલન મસ્કથી અંબાણી-અદાણી સુધી, એક ઝટકામાં ઘટી ગઈ દુનિયાના ટૉપ અબજપતિઓની સંપત્તિ, જાણો કારણ

દુનિયામાં અબજપતિઓના લિસ્ટમાં ચડાવ-ઉતાર આવ્યા કરતા હોય છે, તેમની સંપત્તિ વધતી-ઘટતી રહે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયામાં અબજપતિઓના લિસ્ટમાં ચડાવ-ઉતાર આવ્યા કરતા હોય છે, તેમની સંપત્તિ વધતી-ઘટતી રહે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈંડેક્સ અબજપતિઓની સંપત્તિમાં આવેલા ચડાવ-ઉતારના આધારે લિસ્ટમાં તેમનો નંબર ઉપર-નીચે કરતા રહે છે પરંતુ અચાનકથી દુનિયાના અબજપતિઓની સંપત્તમાં ઘટાડો આવી ગયો છે. વર્લ્ડના ટૉપ 15 અબજપતિઓમાંથી 12 અમીરોની સંપત્તિમાં અચાનકથી કમી આવી ગઈ છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈંડેક્સ મુજબ ટેસ્લા કિંગ એલન મસ્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી, અદાણી ગ્રૂપના પ્રમુખ ગૌતમ અદાણી સહિત ઘણા અબજપતિઓની સંપત્ત એક ઝટકામાં ઘટી ગઈ છે.

અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો

અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો

બ્લૂમબર્ગ બિલેનિયર ઈંડેક્સની વેબસાઈટ મુજબ દુનિયાના ટૉપ અમીરોમાંથી 12ની સંપત્તિ એક ઝટકામાં ઘટી ગઈ છે. આમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, એલન મસ્ક, એમેઝોનના દેફ બેજોસ, સ્ટીવ વૉલમર, લેરી એલીસન જેવા મોટા નામ શામેલ છે. લિસ્ટ મુજબ વૉરેન બફે, ફ્રેંકોઈસ બેટેનકોર્ટ મેયર્સ અને ઝોંગ શાનશાનને છોડીને બ્લૂમબર્ગ બિલેનિયર ઈંડેક્સની ટૉપ 15ની લિસ્ટમાંથી 12 અબજપતિઓની સંપત્તિ ઘટી ગઈ છે.

એલન મસ્કની સંપત્તિ 15.2 મિલિયન ડૉલર ઘટી

એલન મસ્કની સંપત્તિ 15.2 મિલિયન ડૉલર ઘટી

ટેસ્લા કિંગ એલન મસ્કની સંપત્તિ અચાનકથી 15.2 મિલિયન ડૉલર ઘટી ગઈ. વળી, મુકેશ અંબાણીની નેટવર્થમાં 3.13 બિલિયન ડૉલરનો ઘટાડો આવ્યો. આ ઘટાડા બાદ અંબાણીની સંપત્તિ ઘટીને 90.6 બિલિયન ડૉલર રહી ગઈ છે. વળી, ગૌતમ અદાણીની સંપત્તિ 535 મિલિયન ડૉલર ઘટીને 77.2 બિલિયન ડૉલર થઈ ગઈ તો જેફ બેજોસને 2 બિલિયન ડૉલરનુ નુકશાન થયુ છે.

કેમ થયો સંપત્તિમાં ઘટાડો

કેમ થયો સંપત્તિમાં ઘટાડો

બજારના જાણકારો મુજબ કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનની દસ્તકે બજારને પ્રભાવિત કર્યુ છે. ઓમિક્રૉને રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. શેર બજાર દબાણમાં છે. સ્ટૉકમાં આવેલા ઘટાડાના કારણે કંપનીનુ માર્કેટ કેપિટલ ઘટી ગયુ છે જેના કારણે અબજપતિઓની સંપત્તિ એક ઝટકામાં ઘટી ગઈ છે.

English summary
Billionaires including Elon Musk, Mukesh Ambani and Gautam Adani wealth drop suddenly, Know the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X