Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીમાં તેજી, ડોઝકોઈનમાં ઉછાળો

બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીમાં તેજી, ડોઝકોઈનમાં ઉછાળો

ક્રિપ્ટો કરન્સીનું બજાર આજેકાલ બહુ ચર્ચામાં છે. લોકોએ તેને અમીર બનવાનો રસ્તો સમજી લીધો હતો. પરંતુ અચાનક દુનિયાભરના કેટલાય દેશોની સરકારોની સખ્તીને પગલે બિટકોઈનથી લઈ અન્ય કેટલીય ક્રિપ્ટો કરેંસીના ભાવ એકદમ ધડામ થઈ ગયા હતા. જો કે કેટલીક ક્રિપ્ટોકરન્સનીના રેટ આજે પણ ઉપર જઈ રહ્યા છે. કેટલીક ક્રિપ્ટોકરેન્સી તો એવી છે જેના રેટ 2 ડોલર એટલે કે 150 રૂપિયાથી પણ ઓછા છે અને સારું રિટર્ન આપ્યું છે. ત્યારે આવો જાણીએ બિટકોઈન ક્રિપ્ટોકરેન્સી, ડૉજકોઈન, એક્સઆરપી (Ripple) અને એથેરિયમના લેટેસ્ટ રેટ.

બિટકોઈન (Bitcoin)

બિટકોઈન (Bitcoin)

બિટકોઈન ક્રિપ્ટો કરેન્સનીનો રેટ હાલ 34,606 ડોલર ચાલી રહ્યો છે. જેમાં હાલ 3.07 ટકા તેજી છે. આ રેટ પર બિટકોઈન ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ 648.74 બિલિયન ડૉલર છે. ગત 24 કલાક દરમિયાન બિટકોઈન ક્રિપ્ટોકરેન્સીની મહત્તમ કિંમત 34,937.66 ડોલર અને ન્યૂનતમ કિંમત 33,353.91 ડોલર છે. જ્યાં સુધી રિટર્નની વાત કરવામાં આવે તો એક વર્ષમાં બિટકોઈન ક્રિપ્ટોકરેન્સીએ 18.59 ટકાનું રિટર્ન આપ્યું છે. બિટકોઈન ક્રિપ્ટોકરેન્સીની ઑલટાઈમ હાઈ કિંમત 64,829.14 ડોલર રહી છે.

એથેરિયમ ક્રિપ્ટો કરેન્સી (Ethereum)

એથેરિયમ ક્રિપ્ટો કરેન્સી (Ethereum)

એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીનો હાલ ક્વાઈનડેસ્ક પર 2213.01 ડલર રેટ ચાલી રહ્યો છે. તેમાં અત્યારે 3.33 ટકાની તેજી છે. આ રેટ પર એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીની માર્કેટ કેપ 257.92 બિલિયન ડોલર છે. ગત 24 કલાક દરમિયાન એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીની મહત્તમ કિંમત 2237.87 ડોલર અને ન્યૂનતમ કિંમત 2114.56 ડોલરની રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત કરીએ તો એક વર્ષમાં એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીએ 197.56 ટકાનું રિટર્ન આપ્યું છે. એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીની ઑલટાઈમ હાઈ કિંમત 4382.73 ડૉલર છે.

એક્સઆરપી એટલે કે રીપલ (XRP or Ripple)

એક્સઆરપી એટલે કે રીપલ (XRP or Ripple)

એક્સઆરપી ક્રિપ્ટોકરેન્સીનો હાલ ક્વાઈનડેસ્ક પર 0.670528 ડોલર રેટ ચાલી રહ્યો છે. જેમાં હાલ 3.25 ટકાની તેજી છે. આ રેટ પર એક્સઆરપી ક્રિપ્ટોકરેન્સીની માર્કેટ કેપ 67.05 બિલિયન ડોલર છે. ગત 24 કલાક દરમિયાન એક્સઆરપી ક્રિપ્ટોકરેન્સીની મહત્તમ કિંમત 0.684452 ડોલર અને ન્યૂનતમ કિંમત 0.64866 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત કરીએ તો ગત એક વર્ષમાં એક્સઆરપી એટલે કે રીપલે 201.81 ટકાનું રિટર્ન આપ્યું છે. એક્સઆરપી ક્રિપ્ટોકરેન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 3.40 ડોલર રહી છે.

ડોઝકોઈન (Dogecoin)

ડોઝકોઈન (Dogecoin)

ડોઝકોઈન ક્રિપ્ટોકરેન્સીનો હોલ ક્વાઈનડેસ્ક પર 0.245095 ડોલર રેટ ચાલી રહ્યો છે. જેમાં હાલ 0.76 ટકાની તેજી છે. આ રેટ પર ડોઝકોઈ ક્રિપ્ટોકરેન્સીની માર્કેટ કેપ 31.90 બિલિયન ડોલર છે. ગત 24 કલાક દરમિયાન ડોઝકોઈ ક્રિપ્ટોકરેન્સીની અધિકતમ કિંમત 0.250286 ડોલર અને ન્યૂનતમ કિંમત 0.242141 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત કરીએ તો ગત એક વર્ષમાં ડોઝકોઈને 5064.55 ટકાનું રિટર્ન આપ્યું છે. ડોઝકોઈન ક્રિપ્ટોકરેન્સીની ઑલટાઈમ હાઈ કિંમત 0.74096 ડોલર રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X