For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેકબેરી ઇન્ડિયાના એમડી સુનીલ દત્તનું રાજીનામુ

|
Google Oneindia Gujarati News

BlackBerry
નવી દિલ્હી, 9 માર્ચ : એક સત્તાવાર જાહેરાત કરતા શુક્રવારે બ્લેકબેરી ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ભારત ખાતેના તેના મેનેજિંગ ડાયરેક્ટર સુનીલ દત્તે કંપની છોડી દીધી છે. તેમનું સ્થાન કાર્યકારી ધોરણે કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ (ગ્લોબલ સેલ્સ) રિક કોસ્ટાન્ઝો લેશે.

આ અંગે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે "સુનીલ દત્તે તાત્કાલિક અસરથી બ્લેકબેરી ઇન્ડિયામાં તેમનું મેનેજિંગ ડાયરેક્ટર તરીકેનું પદ છોડી દીધું છે." આ સાથે કોસ્ટાન્ઝો ભારતની મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કરશે. આ સાથે સ્માર્ટ ફોન બનાવતી કંપની ભારતમાં તેના નવા સેલ્સ લીડરની શોધ શરૂ કરશે.
પ્રવક્તાએ એમ પણ જણાવ્યું કે "બ્લેકબેરી માટે ભારત અત્યંત મહત્વનું માર્કેટ છે. અમે અમારા બ્લેકબેરી 10ના લોન્ચિંગ સાથે ભારતીય માર્કેટમાં વધી રહેલા વર્ચસ્વને જાળવી રાખવા માંગીએ છીએ."
ઉલ્લેખનીય છે કે દત્તે ઓન્ટારિયો ખાતેની કંપની સાથે વર્ષ 2011માં જોડાયા હતા. દત્ત છેલ્લા 27 વર્ષથી ઇન્ડિયન મોબાઇલ ટેક્નોલોજી અને ટેલિકોમ સેક્ટર સાથે સંકળાયેલા છે.
ગયા મહિને કેનેડિયન ફોનમેકર કંપનીએ તેનો લેટેસ્ટ સ્માર્ટફોન મોડલ, ધ ઝેડ10 લોન્ચ કર્યો હતો. આ ફેન મોડેલ બ્લેકબેરીની 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે સજ્જ છે. વર્તમાન સમયમાં અનેક પડકારોનો સામનો કરી રહેલી કંપની તેના નવા પ્લેટફોર્મથી ફરીએકવાર સમગ્ર વિશ્વમાં પોતાનું સ્થાન મક્કમ કરવા માંગે છે.

English summary
BlackBerry India MD Sunil Dutt quits and Rick Costanzo, executive vice-president for global sales, will take over while search for replacement begins.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X