For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3200 કરોડના ટ્રાન્સફર પ્રાઇસિંગ કેસમાં બોમ્બે હાઇકોર્ટે વોડાફોનના પક્ષમાં આપ્યો ચૂકાદો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 10 ઓક્ટોબર : આજે બોમ્બે હાઈકોર્ટે ટ્રાન્સફર પ્રાઈસિંગ કેસમાં વોડાફોન ગ્રુપ પીએલસીના પક્ષમાં પોતાનો ચૂકાદો સંભળાવ્યો છે. બોમ્બે હાઈકોર્ટે વોડાફોન ડીલમાં આવકવેરા વિભાગની ટેક્સ ડિમાન્ડની અરજી નકારી દીધી છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે વોડાફોન ડીલના ટ્રાન્ઝેક્શન પર કોઈપણ રીતનો ટેક્સ લગાવી શકાશે નહીં.

આવકવેરા વિભાગે નાણાંકીય વર્ષ 2010 માટે વોડાફોનથી 3200 કરોડ રૂપિયાના ટેક્સની માંગ કરી હતી. જે બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણયને પગલે એસ્સાર, એચએસબીસી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ જેવા 20 કેસો પર અસર સંભવ છે.

vodafone-store-600

બોમ્બે હાઈકોર્ટએ આ નિર્ણયને આવકવેરા વિભાગ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. પરંતુ સરકારને આ આદેશના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પડકારવો જોઇએ નહીં તેમ ટેક્સ એક્સપર્ટ્સનું માનવું છે.

એક જાણીતા કોર્પોરેટ એડવોકેટે જણાવ્યું છે કે બોમ્બે હાઈકોર્ટનો ચૂકાદો યોગ્ય છે. તેણે આ ડીલને ટ્રાન્સફર પ્રાઈસ ગણાવી નથી. આ ચૂકાદાથી વિદેશી રોકાણકારોને સારો સંકેત આપે છે. બીજી તરફ નાણા મંત્રી અરૂણ જેટલી આવક વેરા વિભાગને સમજાવી શકે છે કે તેમણે બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાને સ્વીકારી લેવો જોઇએ.

નોંધનીય છે કે બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાથી ફોરેન ઈન્વેસ્ટમેન્ટ ભારતમાં આવી શકે છે. કાયદો એકદમ સ્પષ્ટ હતો પરંતુ બોમ્બે હાઈ કોર્ટના આદેશથી ચિત્ર સ્પષ્ટ થયુ છે.

English summary
Bombay high court rules in favour of Vodafone in 3200 crore transfer pricing case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X