For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Moody's Rating: મૂડીઝ મોદી માટે લાવ્યા "અચ્છે દિન"

મૂડીઝ રેટિંગમાં ભારતનું સ્થાન 13 વર્ષ પછી આવ્યું આગળ. જે માટે મૂડીઝ મોદી સરકારની નીતિઓને વખાણી. જાણો આ સમાચાર અંગે વધુ અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

નોટબંધી અને જીએસટી પર સવાલો અને આરોપો હેઠળ દબાયેલી મોદી સરકાર માટે રાહતના સામાચાર આવ્યા છે. અમેરિકાની રેટિંગ એજન્સી મૂડીઝે ભારતની ક્રેડિટ રેટિંગમાં સુધારો કર્યો છે. જે મુજબ ભારત હવે BAA3 ગ્રુપથી બહાર આવી BAA2 ગ્રુપનો ભાગ બન્યું છે. મૂડીઝના આ રેકિંગમાં સુધાર એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે ભારતે તેની આર્થિક અને સંસ્થાનિક કાર્યમાં ફેરબદલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ રેટિંગમાં 13 વર્ષ પછી ફેરબદલ થઅ છે. આ પહેલા 2004માં ભારતની રેટિંગ BAA3 થઇ હતી અને આ પહેલા 2015માં ભારતના આઉટલુકને સ્ટેબલ કહેવામાં આવ્યો હતો. પણ તે પછી કુલ 13 વર્ષ પછી ભારતના રેટિંગમાં ચેન્જ આવ્યો છે. આ મામલે મૂડીઝ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આર્થિક અને સાંસ્થાનિક ફેરબદલની દિશા ભારત સતત આગળ વધી રહ્યું છે. જેના કારણે ભવિષ્યમાં પણ ભારતમાં ઉચ્ચ વુદ્ધિની સંભાવનાઓ વધશે. તેવી આશા રાખીએ છીએ.

Narendra Modi

જો કે એજન્સી ઇન્ડિયાને તે મામલે પણ સાવધાન કર્યું કે સુધારાના કારણે જો વધુ દેવું કરવામાં આવ્યું તો તેમાં જોખમ છે. ભલે સુધારા થોડા ઓછા થાય પણ દેવાનો ભાર વધવો ના જોઇએ. આ પહેલા વર્લ્ડ બેંક ઓફ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ લિસ્ટમાં પણ ભારતે 30 અંકોનો ઉછાળો માર્યો હતો. તે ગત વર્ષે 130 નંબરે હતું અને આ વર્ષે તે 100માં નંબરે પહોંચ્યું છે. BAA3 રેટિંગનો મતલબ થાય છે કે સૌથી ઓછી રોકણ કરવાની સ્થિતિ. પણ હવે મૂડીઝ મુજબ ભારતમાં રોકાણ થઇ શકે તેવી પરિસ્થિતિ સુધરી છે. અને આ માટે તેનું રેટિંગ વધારીને BAA3 ના બદલે BAA2 કરી લેવામાં આવ્યું છે. જો કે આ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મોદી સરકારના વખાણ કરતું એક Tweet કર્યું છે. અને ભારતમાં મોદીની લોકપ્રિયતા અને સુધાર કામમાં સતત ફેરફાર થઇ રહ્યા છે તે અંગે ખુશી વ્યક્ત કરી છે. ત્યારે હાલ જ્યાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ સમાચાર ભાજપના પ્રચારનો ભાગ ચોક્કસથી બનશે.

English summary
Credit rating agency Moody’s Investors Services on Friday upgraded India’s sovereign ratings to Baa2 from its lowest investment grade (Baa3) giving credit to the Narendra Modi government for its “wide-ranging program of economic and institutional reforms”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X