100 અંકોની તેજીથી ખુલ્યું મુંબઇ શેરબજાર, સેન્સેક્સ 35614ની ઊંચાઇએ

Written By:
Subscribe to Oneindia News

મુંબઇ સ્ટોક એક્સચેન્જ સોમવારે 103 અંકોની તેજી સાથે ખુલ્યું. અમેરિકામાં શટડાઉનની સ્થિતિ હોવા છતાં ભારતીય બજારો પર તેની કોઇ અસર જોવા નહતી મળી. સેન્સેક્સ 103 અંકોની તેજી સાથે 35,614 પહોંચ્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંન્ને ઊંચાઇ પર જોવા મળ્યા હતા. અને નિફ્ટીમાં 78 અંકોની ઊંચાઇ જોવા મળી હતી. શરૂઆતી માર્કેટમાં મોટા શેર સમેત સ્મોલેકેપના શેરમાં પણ તેજી જોવા મળી હતી. નેશનલ સ્ટોક પર મિડકેપ ઇંડેક્સમાં એક ટકો અને સ્મોલકેપમાં 0.96 ટકા વધારો જોવા મળ્યો હતો.

business

સૌથી વધુ ખરીદારી બેંકિગ શેયર્સમાં જોવા મળી હતી. બેકિંગ સેક્ટરમાં 1.40 ટકા, ઓટો સેક્ટરમાં 0.13 ટકા, ફાઇનેંશિયલ સર્વિસમાં 1.11 ટકા, એફએમસીજીમાં 0.62 ટકા, આઇટી સેક્ટરમાં 0.50 ટકા, મેટલ સેક્ટરમાં 0.86 ટકા, ફાર્મામાં 0.12 ટકા અને રિયલ્ટી સેક્ટર 1.09 ટકાનો શરૂઆતી વધારો જોવા મળ્યો છે. ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટના શેરમાં તેજી જોવા મળી હરતી. ત્યાં જ વિપ્રો, આઇસીઆઇસીઆઇ બેંક અને એશ્યન પેન્ટના શેર પડ્યા હતા.

English summary
bse sensex hits new record high nifty crosses 10900

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.