BSNL લઇને આવ્યું બે શાનદાર સસ્તા સ્માર્ટફોન
નવી દિલ્હી, 16 જાન્યુઆરી: સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપની બીએસએનએલે ચેમ્પિયન કંપનીની સાથે મળીને બે સ્માર્ટફોન બજારમાં મૂક્યા છે. તેમની કિંમત 3225 રૂપિયા અને 4499 રૂપિયા છે. કંપનીએ આ પહેલ બિન મહાનગરીય શહેરોના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કરી છે.
કંપનીએ ચેમ્પિયન શ્રેણી અંતર્ગત માય ફોન SM3512 અને માય ફોન SM3513 3G સ્માર્ટફોન ભારતીય બજારમાં મૂક્યા છે. આ ફોન ડ્યૂઅલ કોર પ્રોસેસર અને ડ્યુઅલ સિમવાળા છે. આ જાણકારી ચેમ્પિયન કમ્પ્યુટર્સના મેનેજિંગ ડાયરેક્ટર કપિલ વધવાએ આપી છે.
વધવાએ જણાવ્યું છે કે બિનમહાનગરીય શહેરોના લોકો આજકાલ વધારે ટેક્નોસેવી બની રહ્યા છે અને તેઓ વધારે યૂઝર ફ્રેન્ડલી પ્રોડક્ટની ઇચ્છા સેવી રહ્યા છે. અમારા પ્રોડક્ટ તેમની અપેક્ષાઓ પર ઊણા ઉતરશે. બીએસએનએલના ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવ (કન્ઝ્યુમર મોબિલિટી)નું કહેવું છે કે અમારો ઉદ્દેશ્ય તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે. બંને ફોનના ફીચર્સ લગભગ એક સરખા જ છે.

માય ફોન SM3512ની ખૂબીઓ:
- સ્ક્રીન 3.5 ઇંચ
- 3 મેગા પિક્સલ રિયર કેમેરા
- 1.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
- એફએમ રેડિયો અને મેમોરી 32 Gb
- 1,330 mah બેટરી
- એન્ડ્રોઇડ 4.2.2 જેલિબિન
- માય ફોન SM3513 3Gમાં પણ એક સમાન જ ફીચર છે.












Click it and Unblock the Notifications
