BSNL નો નવો પ્લાન, 27 રૂપિયામાં 1GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ

હવે BSNL માત્ર 27 રૂપિયાનો નવો પ્લાન રજૂ કર્યો છે. આ 27 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 1GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી રહી છે.

ખાનગી ટેલિકોમ કંપનીઓના પડકારો વચ્ચે સરકારી ટેલિકોમ કંપની ભારતીય દૂરસંચાર નિગમ એક બાદ એક પ્લાન લોન્ચ કરી રહી છે. BSNL એ હાલમાં જ 75 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો હતો જેને જિયો અને આઈડિયાની ટક્કર મળી રહી છે. વળી, હવે BSNL માત્ર 27 રૂપિયાનો નવો પ્લાન રજૂ કર્યો છે. આ 27 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 1GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી રહી છે.

BSNL નો નવો પ્લાન

BSNL નો નવો પ્લાન

BSNL એ પોતાના યુઝર્સ માટે એક નવો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની કિંમત માત્ર 27 રૂપિયા રાખવામાં આવી છે. પ્લાન મુજબ યુઝર્સને ડેટા અને વોઈસ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનમાં યુઝર્સને 1 જીબી ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસની સુવિધા પણ મળશે. પ્લાનની માન્યતા 7 દિવસની રહેશે. એટલે કે તમને માત્ર 27 રૂપિયા ખર્ચીને 7 દિવસ સુધી 1 જીબી ડેટા અને અનલિમિટેડ ટોક ટાઈમ મળી રહ્યો છે.

બધા સર્કલ માટે હશે પ્લાન

બધા સર્કલ માટે હશે પ્લાન

BSNL એ હાલમાં જ 75 રૂપિયાવાલો પ્લાન રજૂ કર્યો હતો જે અંતર્ગત યુઝર્સને 10 જૂબૂ ડેટા મળે છે પરંતુ તે પ્લાન માત્ર તેલંગાના અને આંધ્રપ્રદેશ સર્કલ માટે જ લોન્ચ કરવામાં આવ્યો. BSNL નો 27 રૂપિયાવાલો પ્લાનમાં આવુ નથી. તે બધા સર્કલ માટે રજૂ કરવામાં આવ્યો છે. 6 ઓગસ્ટે દેશભરના યુઝર્સ BSNL નો આ પ્લાન લઈ શકશે. જો કે અનલિમિટેડ કોલિંગનો લાભ મુંબઈ અને દિલ્હી સર્કલના નંબરો પર નહિ મળે.

કોનો પ્લાન છે બેસ્ટ

કોનો પ્લાન છે બેસ્ટ

BSNL એ 7 દિવસની માન્યતા સાથે 27 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો ત્યાં રિલાયન્સ જિયો પાસે 7 દિવસની માન્યતાવાળો 52 રૂપિયાનો પ્લાન છે જેમાં યુઝર્સને 1.05 જીબી ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ અને 70 એસએમએસની સુવિધા મળે છે. વળી, એરટેલ પાસે 7 દિવસની માન્યતામાં 47 રૂપિયાનો પ્લાન છે જેમાં યુઝર્સને 500 એમબી ડેટા સાથે 150 મિનિટ લોકલ, એસટી કે રોમિંગ કોલ અને 50 એસએમએસની સુવિધા મળે છે. વોડાફોનની વાત કરીએ તો તેની પાસે 47 રૂપિયાનો પ્લાન છે જેમાં 500 એમબી ડેટા સાથે 125 મિનિટ લોકલ અને એસટીડી વોઈસ કોલ સાથે 50 એસએમએસ મળે છે પરંતુ તેની માન્યતા 28 દિવસની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X