For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSNLનો બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ, 300 Mbps સુધીની સ્પીડ મળશે

BSNLનો બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ, 300 Mbps સુધીની સ્પીડ મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પોતાની બજાર ભાગીદારીને યથાવત રાખવા માટે સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ પોતાની બ્રોડબેન્ડ સર્વિસને આગળ વધારી રહી છે. બીએસએનએલે કેટલાક નવા ભારત ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન્સ રજૂ કર્યા છે. આ તમામ પ્લાન 1 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યા છે. જો કે આ પ્લાન્સને પસંદિત શહેરોમાં જ લૉન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે બીએસએનએલના નવા બ્રોડબેન્ડ પ્લાની શરૂઆતી કિંમત 449 રૂપિયા હશે. બીએસએનએલ ચાર બ્રોડબેન્ડ પ્લાન રજૂ કરવા જઈ રહ્યું છે, જેની કિંમત 449 રૂપિયા, 799 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયા હશે. બીએસએનએલ આ પ્લાનને પ્રમોશનલ આધારે રજૂ કરી રહી છે, જેનો મતલબ છે કે આ 1 ઓક્ટોબરથી 90 દિવસ માટે વેલિડ રહેશે. જે બાદ તો આ પ્લાન્સ બંધ કરી દેવામાં આવશે અથવા તેની ઉપલબ્ધતાને વધારી દેવાશે. બીએસએનએલ આ પ્લાન્સને માત્ર એવા શહેરોમાં જ લૉન્ચ કરશે જ્યાં તેને બાકી કંપનીઓથી પડકાર મળી રહ્યો છે.

449 રૂપિયામાં 3300 જીબી ડેટા

449 રૂપિયામાં 3300 જીબી ડેટા

449 રૂપિયાવાળા બ્રોડબેન્ડ પ્લાનને ફાઈબર બેસિક નામ આપવામાં આવ્યું છે. જેમાં તમને 30 એમબીપીએસની સ્પીડ મળશે, જે 3.3 ટીબી અથવા 3300 જીબી સુધી યથાવત રહેશે. આ લિમિટ બાદ તમને 2 એમબીપીએસની સ્પીડ પર ડેટા મળતો રહેશે. આ પ્લાન અંદામાન અને નિકોબાર સર્કલને છોડી તમામ ક્ષેત્રોાં મળશે. આ પ્લાનમાં બીએસએનએલ ઉપયોગકર્તાઓને તમામ અન્ય નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગનો બેનિફિટ પણ મળશે.

799માં 100 એમબીપીએસની સ્પીડ

799માં 100 એમબીપીએસની સ્પીડ

લિસ્ટમાં બીજો બીએસએનએલ ફાઈબર વેલ્યૂ પ્લાન છે જેની કિંમત 799 રૂપિયા પ્રતિ માસ છે. જેમાં 3300 જીબી અથવા 3.3 ટીબી ડેટા સુધી 100 એમબીપીએસની સ્પીડ ળશે. યૂઝર્સને ફ્રી લેન્ડલાઈન કોલિંગ અને ડેટા લિમિટ પૂરી થવા પર 2 એમબીપીએસની સ્પીડ મળશે. બીએસએનએલ નવા શરૂ કરાયેલ પ્લાન્સ માટે કોઈ લાંબા સમયની અવધી વાળો ઓપ્શન આપી રહ્યું છે. દરેક પ્લાન માટે ન્યૂનતમ અવધિ એક મહિનો છે.

999 રૂપિયાવાળા પ્લાનમાં 200 એમબીપીએસની સ્પીડ

999 રૂપિયાવાળા પ્લાનમાં 200 એમબીપીએસની સ્પીડ

બીએસએનએલના આ ફાઈબર પ્રીમિયમ પ્લાનનો સુધો મુકાબલો જિયોફાઈબરના 999 રૂપિયા વાળા પ્લાન સાથે થશે. બીએસએનએલ ઉપયોગકર્તાને આ પ્લાનમાં 200 એમબીપીએસની સ્પીડ મળશે, જે 3.3 ટીબી સુધી યથાવત રહેશે. જે બાદ તમને 2 એમબીપીએસની સ્પીડ પર ડેટા મળતો રહેશે.

આ પ્લાનમાં 300 એમબીપીએસની સ્પીડ મળશે

આ પ્લાનમાં 300 એમબીપીએસની સ્પીડ મળશે

અંતમાં છે બીએસએનએલનો ફાઈબર અલ્ટ્રા બ્રોડબેન્ડ પ્લાન, જેની કિંમત 1499 રૂપિયા પ્રતિ માસ છે. આ પ્લાન તમને 300 એમબીપીએસની સ્પીડ આપશે. બીએસએનએલ તરફથી આ અત્યાર સુધીની સૌથી પ્રીમિયમ ઑફર છે. કંપની હાલ કેટલાય શહેરોમાં મહત્તમ 200 એમબીપીએસ સ્પીડ આપી રહી છે. આ પ્લાનમાં તમને 4 ટીબી એટલે કે 4000 જીબી સુધી 300 એમબીપીએસની સ્પીડ મળશે જે બાદ 4 એમબીપીએસની સ્પીડ પર ડેટા મળશે. આ પ્લાનમાં પણ તમને અનલિમિટેડ કોલિંગ બેનિફિટ મળતા રહેશે.

ખેડૂતની મજબૂતીથી આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત થશેઃ પીએમ મોદીખેડૂતની મજબૂતીથી આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત થશેઃ પીએમ મોદી

English summary
BSNL launched 3 new plan, you will get speed upto 300 Mbps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X