For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાપ રે, આ કંપનીના 54 હજાર કર્મચારીઓ ગુમાવી શકે છે નોકરી

બાપ રે, આ કંપનીના 54 હજાર કર્મચારીઓ ગુમાવી શકે છે નોકરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાં સપડાયેલ સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડના 54000 જેટલા કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવી શકે છે. ડેકન હેરાલ્ડના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની બોર્ડે અમુક પ્રસ્તાવોની સ્વીકૃતિ કરી છે જેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડ આ અંગેને એલાન માટે ચૂંટણીનો ઈંતેજાર કરી રહ્યું છે. રિપોર્ટમાં એક સૂત્રનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે બીએસએનએલ બોર્ડે માર્ચની બેઠકમાં સરકારની એક વિશેષ પેનલના દસમાંથી ત્રણ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે.

ટેલિકોમ વિભાગ ચૂંટણી પહેલા છટણી નથી ઈચ્છતું

ટેલિકોમ વિભાગ ચૂંટણી પહેલા છટણી નથી ઈચ્છતું

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ નથી ઈચ્છતું કે ચૂંટણી પહેલા કર્મચારીઓની છટણી થાય. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે ત્રણ પ્રસ્તાવોની સ્વીકૃતિ આપી દેવામાં આવી છે તેમાં સેવાનિવૃત્તિની વર્તમાન આયુ સીમા 60 વર્ષથી ઘટાડીને 58 વર્ષ કરવી, સ્વૈચ્છિક સેનાનિવૃત્તિ (વીઆરએસ) જેમાં 50 વર્ષથી વધુના તમામ કર્મચારીઓ સામેલ છે, ઉપરાંત બીએસએનએલ 4જી સ્પેક્ટ્રમની વહેંચણીમાં પણ તેજીની વાત કહેવામાં આવી છે.

54 હજારથી વધુ કર્મચારીઓની છુટ્ટી થઈ શકે

54 હજારથી વધુ કર્મચારીઓની છુટ્ટી થઈ શકે

એવામાં રિટાયરમેન્ટની ઉંમર વીઆરએસને લઈ કરવામાં આવેલ ફેસલાથી 54 હજાર 451 કર્મચારીઓની છુટ્ટી થઈ શકે છે. કેમ કે કંપનીમાં એવા કર્મચારીઓની કુલ સંખ્યા 31 ટકા છે. એટલું જ નહિ, રિટાયરમેન્ટ આયુની સીમાને ઘટાડવાથી 33,568 કર્મચારીઓની બાદબાકી થઈ જશે. જેનાથી આગામી 6 વર્ષમાં કંપનીની 13895 કરોડ રૂપિયાની બચત થશે. કેમ કે એવું માનવામાં આવી રહ્યું છે કે કંપનીમાં મહત્તમ કર્મચારીઓની આયુ 55 વર્ષથી વધુ છે.

વિપક્ષે મોદી સરકાર પર નિશાન સાધ્યું

જણાવી દઈએ કે બીએસએનએલ અને એમટીએનએલ બંને જ પોતાના કર્મચારીઓને ફેબ્રુઆરીમાં પગાર આપવામાં અસમર્થ રહી. આ ઉપરાંત કંપનીના કર્મચારીઓએ વિરોધ પણ જતાવ્યો હતો. જ્યારે બીએસએનએલમાં કર્મચારીઓની છટણીને લઈ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે મોદી સરકાર પર હુમલો બોલ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે બીએસએનએલ અને એમટીએનએલ કંપની દેશના 130 કરોડ લોકોની છે. તેમણે કહ્યું કે સરકારે બંને કંપનીઓના હાલ બેહાલ કરી દીધા અને હવે આ કંપનીઓ ડૂબી રહી છે. મોદીજીએ પૂંજીપતિ મિત્રોની કંપનીઓને આગળ વધારી, બીએસએનએલ અને એમટીએનએલ બંધ થવાની તૈયારીમાં છે.

ઇનકમ ટેક્સ Alert! આ મેસેજથી દૂર રહો, એક ભૂલથી ખાતું ખાલી થશેઇનકમ ટેક્સ Alert! આ મેસેજથી દૂર રહો, એક ભૂલથી ખાતું ખાલી થશે

English summary
BSNL likely to lay off 54,000 employees, board of the company accepted a proposal, says report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X