For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSNL યુઝર્સ હવે આ ન્યૂનતમ રિચાર્જને ઑનલાઇન નહીં કરાવી શકે

BSNL એ તેના ઑનલાઇન પ્લેટફોર્મથી રૂ.10 અને રૂ. 20 ના રિચાર્જ પ્લાનને હટાવી દીધા છે. જો કે, આ બંને પ્લાન ઓફલાઇન એટલે કે ફિઝિકલ રિચાર્જ વાઉચર તરીકે ઉપલબ્ધ છે.

|
Google Oneindia Gujarati News

BSNL એ તેના ઑનલાઇન પ્લેટફોર્મથી રૂ.10 અને રૂ. 20 ના રિચાર્જ પ્લાનને હટાવી દીધા છે. જો કે, આ બંને પ્લાન ઓફલાઇન એટલે કે ફિઝિકલ રિચાર્જ વાઉચર તરીકે ઉપલબ્ધ છે. જાણકારી આપી દઈએ કે BSNL એ આંધ્રપ્રદેશ અને તેલંગણા સર્કલમાં તેના રૂ.10 અને રૂ.20 ના ટોક ટાઇમ રિચાર્જ પ્લાનને રિમૂવ કરી દીધા છે. જો કે, આ પહેલા, એરટેલ અને વોડાફોન આઇડિયાએ પણ આ માર્ગ અપનાવી ચુક્યા છે.

BSNL

વાઉચર્સ દ્વારા કરાવી શકો છો રિચાર્જ

બીએસએનએલએ તેમના આ બંને રિચાર્જને ઓનલાઈન પોર્ટલમાંથી દૂર કરી દીધા છે, પરંતુ ગ્રાહકો ફિજિકલ વાઉચરો દ્વારા રિચાર્જ પ્લાન એક્ટિવ કરી શકે છે. આ રિચાર્જ હમણાં માત્ર આંધ્રપ્રદેશ અને તેલંગણામાંથી હટાવવામાં આવ્યા છે. આ પ્લાન્સ વપરાશકર્તાઓ બીએસએનએલ એપ્, બીએસએનએલની સત્તાવાર વેબસાઇટ, પેટીએમ અને પોપ્યુલર રીચાર્જ પોર્ટલ્સ દ્વારા એક્ટિવ કરી શકતા નથી.

ઓનલાઇન ટૉક ટાઇમ યોજનાઓ રૂ. 10, 20 ને હટાવી

એરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના બધા બેઝિક ટૉક ટાઇમ રિચાર્જને રૂ. 10, રૂ. 20, રૂ. 30, રૂ 50, રૂ 100, રૂ 500 વગેરે રિમૂવ કર્યા છે. જો કે, ગ્રાહકોની ડિમાન્ડ પર રૂ .50 થી રૂ. 500 ના ટૉક ટાઇમ પ્લાનને ફરી સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ બીએસએનએલએ તેને સંપૂર્ણપણે અપનાવ્યું નથી.

આ પણ વાંચો: Reliance Jio એ ફરીથી રેકોર્ડ બનાવ્યો, Airtel ખુબ પાછળ

બીએસએનએલએ તેના રૂ. 10 અને રૂ. 20 ના ઓનલાઇન ટોક ટાઈમ પ્લાન્સ રિમૂવ કર્યા છે. પરંતુ રૂ. 30, રૂ. 50, રૂ.100, રૂ.110 વગેરે પ્લાન્સને પોર્ટલમાં હજુ પણ રાખ્યા છે.

એરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના ગ્રાહકો માટે ન્યૂનતમ રિચાર્જ સ્કીમ અમલમાં મૂકી છે, જેમાં વપરાશકર્તાઓને દર 28 દિવસમાં રૂ. 24 નું રિચાર્જ કરવું પડશે. જાણકારી આપી દઈએ કે યોજના પછી એરટેલ અને વોડાફોન આઇડિયાના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Reliance Jio એ માત્ર અઢી વર્ષમાં 300 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો

English summary
BSNL Users Will No Longer Be Able To Online Recharge Of Rs 10 And Rs 20
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X