BSNL કરી શકે છે એક લાખ કર્મચારીઓની છટણી

બીએસએનએલના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કંપનીમાં લગભગ એક લાખ જેટલા વધુ કર્મચારી કામ કરે છે. જો તે વીઆરએસ લઇ લે છે તો કંપની પરથી ભારણ ઓછું થઇ જશે. આ ખર્ચની વ્યવસ્થા કરવી સરળ છે. તેમને કહ્યું હતું કે એક તો બીએસએનએલમાં કર્મચારીઓ વધારે છે આ ઉપરાંત કર્મચારીઓની ઉંમર વધારે છે તથા તેમનામાં જરૂરી કુશળતાનો અભાવ છે.
તેમને કહ્યું હતું કે 'મોટાભાગના કર્મચારીની ઉંમર 50ને પાર કરી ગઇ છે તથા બદલાતી ટેક્નોલોજીની સાથે તેમના કામ કરવાની કુશળતા નથી. જો આ એક લાખ કર્મચારીઓ વીઆરએસ પર તેમની સંમતિ દર્શાવે તો કંપનીને પગારનું ભારણ ઘટીને લગભગ 10 થી 15 ટકા થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે 31 માર્ચ 2011ના રિજ બીએસએનએલમાં કુલ 2.81 લાખ કર્મચારી હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બીએસએનએલને 2004-2005માં 10,183 કરોડ રૂપિયાનો નફો થયો હતો પરંતુ ત્યારબાદ નરમાઇ આવવાની શરૂ થઇ ગઇ છે. વર્ષ 2010-11માં તેને 6,384 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાન બીએસએનએલને 3જી સ્પેક્ટ્રમ અને બ્રોડબેન્ડ સ્પ્રેક્ટ્રમ પર થયેલા ખર્ચ તથા કર્મચારીઓના વધતા જતા પગારના કારણે આ નુકસાન વેઠવું પડ્યું.












Click it and Unblock the Notifications
