For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2014 : મોદી બજેટમાં કરદાતાઓ માટે કરાયેલી ખાસ જાહેરાતો

|
Google Oneindia Gujarati News

આજે નાણાપ્રધાન અરૂણ જેટલીએ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. મોદી બજેટ તરીકે લોકપ્રિય બનેલા બજેટમાં જે દરખાસ્તો રજૂ કરવામાં આવી છે તેને મંજુરી મળ્યા બાદ આપના નાણાકીય જીવન પર સીધી અસર કેવી રીતે પડશે અને કેવા ફેરફાર આવશે.

આવો જાણીએ મોદી બજેટ 2014માં કરદાતાઓ માટે કેવી જાહેરાતો કરવામાં આવી છે...

1 સામાન્ય રોકાણકાર માટે બેસ્ટ શું છે?

1 સામાન્ય રોકાણકાર માટે બેસ્ટ શું છે?

સરકારે પબ્લિક પ્રોવિડન્ડ ફંડ વાર્ષિક રોકાણ મર્યાદા રૂપિયા 1 લાખથી વધારીને રૂપિયા દોઢ લાખ કરવામાં આવી છે. પીપીએફ કર મુક્ત નાણાકીય સાધન હોવાથી તે રોકાણકાર માટે શ્રેષ્ઠ સમાચાર છે.

2 હોમ લોન ધારકો માટે છે સારા સમાચાર

2 હોમ લોન ધારકો માટે છે સારા સમાચાર

જે લોકો હોમ લોન ધરાવે છે તેમના માટે નાણા મંત્રીએ સારા સમાચાર એ આપ્યા છે કે હોમ લોન ટેક્સ ડિડક્શન લિમિટ 1.5 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે.

3 સિનિયર સિટિઝનનું જાળવ્યું માન

3 સિનિયર સિટિઝનનું જાળવ્યું માન

નાણા પ્રધાન સિનિયર સિટિઝનનું માન જાળવવા માટે કર મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરી છે.

4 વ્યક્તિગત કર છૂટ વધી

4 વ્યક્તિગત કર છૂટ વધી

સરકારે વ્યક્તિગત કર છૂટમાં પણ 50,000 રૂપિયાનો લાભ આપ્યો છે. સરકારે વ્યક્તિગત કર મર્યાદા રૂપિયા 2.5 લાખથી વધારીને રૂપિયા 3 લાખ કરી છે.

5 કલમ 80 Cમાં રોકાણ મર્યાદા વધી

5 કલમ 80 Cમાં રોકાણ મર્યાદા વધી

સરકારે કલમ 80 Cમાં રોકાણ મર્યાદા 1 લાખથી વધારીને 1.5 લાખ કરી છે.

6 ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં નકારાત્મક અસર

6 ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં નકારાત્મક અસર

ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડની નકારાત્મક અસર સહન કરવી પડશે કારણ કે લાંબા ગાળા માટેના મૂડી લાભ પર કર મર્યાદા 10 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ તે 12 મહિના કરતા વધારે સમયના રોકાણ પર લાગુ પડતું હતું. હવે તે 36 મહિના કરતા વધારેના રોકાણ પર લાગુ પડશે.

7 EPFમાં મળશે યુનિવર્સલ એકાઉન્ટ નંબર

7 EPFમાં મળશે યુનિવર્સલ એકાઉન્ટ નંબર

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ ઓફિસ પ્રોવિડંડ ફંડની પોર્ટેબિલિટી માટે યુનિફાઇડ એકાઉન્ટ સ્કીમ લોન્ચ કરશે. આ વર્ષના આરંભમાં ઇપીએફઓએ યુનિવર્સલ એકાઇન્ટ નંબર જાહેર કર્યો હતો, જેથી નોકરી બદલાતા ઇપીએફ એકાઉન્ટ સરળતાથી બદલી શકાય.

8 સમાન KYC નિયમો

8 સમાન KYC નિયમો

સમગ્ર નાણાકીય ક્ષેત્ર માટે નાણા પ્રધાને યુનિફોર્મ કેવાયસી નિયમો જાહેર કરવાની દરખાસ્ત રજૂ કરી છે. આ ઉપરાંત તમામ નાણાકીય રોકાણો માટે એક જ ડિમેટ એકાઉન્ટ નંબર રાખવાની જાહેરાત કરી છે. જેના કારણે છૂટક રોકાણકારો માટે પ્રક્રિયા વધારે સરળ બનશે.

9 પેન્શનની રકમ

9 પેન્શનની રકમ

હવેથી ઓર્ગેનાઇઝ્ડ ક્ષેત્રના કર્મચારીઓ માટે લઘુત્તમ રૂપિયા 1,000 પેન્શન જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી દેશના 28 લાખ પેન્શનરોને લાભ થશે.

10 શિક્ષણ લોન સરળ બનશે

10 શિક્ષણ લોન સરળ બનશે

ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લોન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે લોન પ્રાપ્તિના નિયમો સરળ બનાવાશે જેથી વધારે વિદ્યાર્થીઓને લાભ મળી શકશે.

11 કિસાન વિકાસ પત્ર ફરી શરૂ કરાશે

11 કિસાન વિકાસ પત્ર ફરી શરૂ કરાશે

સરકારે કિસાન વિકાસ પત્ર ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેને વર્ષ 2011માં બંધ કરી દેવામાં આવ્યા હતા.

12 NSCમાં ઇન્શ્યોરન્સ કવર થશે

12 NSCમાં ઇન્શ્યોરન્સ કવર થશે

હવેથી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (એનએસસી-NSC)માં ઇન્શ્યોરન્સ કવર કરશે. આ ઉપરાંત કિશોરીઓ માટે નાની બચતમાં ખાસ દરે વળતર ચૂકવાશે.

13 નવી પ્રિમિયર ઇન્સ્ટિટ્યુટ્સને મંજુરી

13 નવી પ્રિમિયર ઇન્સ્ટિટ્યુટ્સને મંજુરી

સરકારે AIIMS કે IIMમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે લાભકારી જાહેરાત કરી છે. દેશમાં 5 નવી AIIMS શરૂ કરવામાં આવશે. આ AIIMS આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને પૂર્વાંચલમાં શરૂ કરાશે. જ્યારે 5 નવી IIM હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં શરૂ કરાશે.

5 80 Cમાં રોકાણ મર્યાદા વધી

English summary
Budget 2014: Important announcements for Tax Payers in Modi budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X