• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બજેટ 2015: આવક કરમાં કોઇ રાહત નહીં, સર્વિસ ટેક્સમાં વધારો

|

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: મોદી સરકાર દ્વારા આજે પોતાનું પહેલું સામાન્ય બજેટ સંસદમાં રજૂ થઇ રહ્યું છે. કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી સંસદ સભામાં પોતાનું બજેટ ભાષણ આપી રહ્યા છે.

arun
નાણા મંત્રી અરૂણ જેટલીના બજેટ ભાષણના મુખ્ય અંશો આ પ્રમાણે છે...
 • જીડીપી વિકાસ દર 7.4 ટકા પર રહેવાનું અનુમાન
 • વિદેશી મુદ્રા 340 બિલિયન ડોલર પર પહોંચી છે.
 • ડોલરના મુકાબલે રૂપિયો 6.2 ટકા મજબૂત થયો છે.
 • સ્વચ્છ ભારત અભિયાન દ્વારા અમે 6 કરોડ ટોયલેટ્સ બનાવીશું.
 • અમારી સરકારની ચાર સિદ્ધિઓ છે-
 • સરકારની પહેલી સિદ્ધી જનધન યોજના છે.
 • અમારી બીજી સિદ્ધિ કોલ બ્લોક ફાળવણીની છે.
 • સ્વચ્છ ભારત અભિયાનની સફળતા
 • ચોથી સિદ્ધિ મોંધવારી દરમાં ભારે ઘટાડો આવ્યો છે.
 • સબસિડી માટે JAM આધાર રહેશે
 • J- જનધન યોજના, A-આધાર, M- મોબાઇલ
 • સરકારી નુકસાન ઓછુ કરવાનો મોટો પડકાર છે
 • કૃષિક્ષેત્રમાં ઓછી આવક એ મોટુ નુકસાન
 • નાણાકિય નુકસાન 3 ટકાથી નીચે લાવવાની યોજના
 • ગરીબો માટે ચાલતી યોજનાઓ ચાલુ રહેશે.
 • ઇંફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરવામાં આવશે
 • 2022 સુધી દરેક ગામડામાં વીજળી પહોંચશે.
 • એક લાખ કિલોમીટર સુધી રસ્તાઓ બનાવવાની યોજના
 • 2022 સુધી તમામને રોજગાર આપવાની યોજના છે.
 • દરેક ગામને હોસ્પિટલ આપવાની જોગવાઇ છે.
 • મેક ઇન ઇન્ડિયાનું લક્ષ્ય રોજગારને પ્રોત્સાહન આપવાનું છે.
 • ખેડૂતો માટે 8.5 લાખ કરોડ રૂપિયાની લોન આપવાની યોજના
 • રોકાણથી આવકમાં વધારો કરવાની યોજના
 • મનરેગા માટે 34,699 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
 • પર ડ્રોપ, મોર ડ્રોપથી કૃષિમાં વિકાસનું લક્ષ્ય
 • ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ખેડૂત બજાર બનાવવામાં આવશે
 • અટલ પેંશન યોજનાની શરૂઆત કરવામાં આવશે.
 • અટલ પેંશન યોજનામાં 1000 સરકાર અને 1000 રૂપિયા ખાતેદાર જમા કરાવશે
 • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પણ શરૂ કરવામાં આવશે.
 • પીપીએફમાં 3 હજાર કરોડ જેટલી કોઇ દાવા વગરની રકમ પડી છે.
 • ઇપીએફમાં 6 હજાર કરોડ રૂપિયાની દાવા વગરની રાશિ છે.
 • આ દાવા વગરની રાશિનો ગરીબો માટે ઉપયોગ કરવામાં આવશે.
 • નિતિપંચ માટે 1000 કરોડની ફાળવણી
 • અટલ નવોન્મેશ મિશન માટે 150 કરોડની ફાળવણી કરવામાં આવશે
 • મનરેગા માટે વધુ 5000 કરોડની ફાળવણી
 • વડાપ્રધાન કૃષિ સિંચાઇ યોજના માટે 3000 કરોડની ફાળવણી
 • વાયદા બજારને સેબીમાં સમાવવાનો પ્રસ્તાવ
 • સટ્ટાબાજી રોકવા માટે પ્રસ્તાવ.
 • આઇસીડીએસ માટે 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે
 • સ્વરોજગાર મેળવવા માટે સેતુ યોજનાની શરૂઆત કરવામાં આવશે
 • ડાયરેક્ટ ટેક્સ પ્રણાલી લાગુ કરવાનો પ્રસ્તાવ
 • આવતા વર્ષે સાતમુ પગાર પંચ લાગુ કરવાની યોજના છે.
 • કર્મચારીઓને ઇપીએફ અથવા એનપીએસની પસંદ કરવાનો વિકલ્પ.
 • બાળ વિકાસ યોજના માટે 1500 કરોડ ફાળવવાની યોજના
 • 150 દેશોના પ્રવાસીઓને વિઝા ઓન અરાઇવલની જોગવાઇ
 • નિર્ભયા ફંડમાં વધુ 1000 કરોડની રાશિની ફાળવવણી
 • 1 રૂપિયા મહિના પ્રિમિયમ પર 2 લાખનો દુર્ઘટના વિમો
 • વારાણસી, હેદરાબાદ, અમૃતસર વર્લ્ડ હેરિટેજ સિટી બનશે
 • મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા વચ્ચે તાલમેલ સ્થપાશે
 • બિહાર, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, પંજાબ, અસમમાં એઇમ્સની સ્થાપના થશે.
 • આઇએસએમને પૂર્ણ આઇઆઇટીની માન્યતા
 • કર્ણાટકમાં પણ આઇઆઇટીની સ્થાપના થશે.
 • અરૂણાચલ પ્રદેશમાં ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટ ખોલવામાં આવશે.
 • દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ યોજનામાં 1500 કરોડની ફાળવણી
 • બિહાર અને પશ્ચીમ બંગાળમાં વિશેષ સહાયતા
 • ગુજરાતમાં ધોલેરા અને મહારાષ્ટ્રમાં ઓરંગાબાદમાં 2200 કરોડ
 • મધ્યાહન ભોજન માટે 68,968 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
 • સ્વાસ્થ્ય માટે 33152 કરોડની ફાળવણી
 • નનામી ગંગે યોજના માટે 4,173 કરોડની ફાળવણી
 • રક્ષા માટે 2,46,727 કરોડની ફાળવણી, 2.22 લાખથી કરોડથી વધારીને 2.46 લાખ કરોડ કરવામાં આવ્યું.
 • સિંગાપોર જેવું ગુજરાતમાં ફાઇનાસ્ટ સેંટર ખોલવામાં આવશે.
 • જીએસટી આવતા વર્ષથી લાગુ થશે
 • કાળુ નાણુ રોકવાનો પ્રસ્તાવ
 • કોર્પોરેટ ટેક્સ આવતા ચાર વર્ષોમાં 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાની જોગવાઇ.
 • ઇનકમ ટેક્સમાં કોઇ ફેરફારની જાહેરાત નહી.
 • કાળા નાણાના દોષીઓને 10 વર્ષના જેલની સજાની જોગવાઇ
 • બેનામી સંપતિને સરકાર દ્વારા જપ્ત કરવામાં આવશે.
 • ફેમા કાયાદાઓમાં પણ બદલાવ કરવામાં આવશે.
 • વિદેશમાં કાળુ નાણુ છૂપાવવાના દોષીઓને સાત વર્ષની સજા
 • એક કરોડ કરતા વધારેની આવકમાં 2 ટકા સરચાર્જ
 • 1 લાખના ટ્રાંજેક્શન પર પાન નંબર આપવો પડશે.
 • વેલ્થ ટેક્સ ખતમ થશે.
 • એક્સાઇઝ ડ્યૂટી 12.3ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવશે.
 • એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો થવાથી તમ્બાકુ, સિગરેટ મોંઘી બનશે
 • સર્વિસ ટેક્સ 12.3 ટકાથી વધારીને 14 ટકા કરાશે
 • સર્વિસ ટેક્સમાં વધારો થવાથી દરેક વસ્તુઓ મોંઘી બનશે.
 • હોટલનું ભોજન, શિક્ષણ, પાર્લર મોંઘુ બનશે.
 • હેલ્થ ઇંસ્યોરંસમાં છૂટ, 15 હજારથી 25 હજાર સુધીના પ્રીમિયમમાં
 • ટેક્સમાંથી મૂક્તિ અપાઇ.
 • પરિવહન ભથ્થામાં છૂટ 800થી 1600 સુધીની કરવામાં આવી.

English summary
Budget 2015: Finance Minister Arun jaitley giving budget speech in parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more