Budget 2020: રેલવે માટે અઢળક રૂપિયા આપવામાં આવી શકે
નવી દિલ્હીઃ 2020-21 માટે કેન્દ્રીય બજેટ આવવામાં વધુ સમય બાકી નથી. 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે 2017થી રેલવે બજેટ યૂનિયન બજેટ સાથે જ રજૂ કરવામાં આવી રહ્યું છે. 2016 સુધી રેલવે બજેટ યૂનિયન બજેટથી અલગ રજૂ કરવામાં આવતું હતું. 2016માં તત્કાલીન રેલવે મંત્રી સુરેશ પ્રભુએ છેલ્લીવાર રેલવે બજેટ અલગથી રજૂ કર્યું હતું. આ હિસાબે પ્રભુ આખરી રેલે મંત્રી રહ્યા જેમણે રેલવે બજેટ અલગથી રજૂ કર્યું હોય.

92 વર્ષની પ્રથા પર પૂર્ણ વિરામ
રેલવે બજેટને અલગથી રજૂ કરવાની 92 વર્ષ સુધી ચાલેલી પ્રથા 2016માં ખતમ થઈ. 2017માં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ પહેલીવાર રેલવે અને યૂનિયન બજેટ જોડે જ રજૂ કર્યું. આગામી બજેટ આવવામાં ગણતરીના દિવસો જ બાકી છે એવામાં રેલવે માટે કેટલી રાશિ વહેંચવામાં આવશે તેને લઈ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

ફંડની ફાળવણીમાં વધારો થઈ શકે
એક સરકારી અધિકારી મુજબ રેલવે બજેટને 2020-21 માટે આપવામાં આવતા પૂંજીગત વ્યય અથવા કૈપેક્સમાં 18 ટકાનો વધારો થઈ શકે છે. ચાલૂ નાણાકીય વર્ષ માટે રેલવે માટે 1.6 લાખ કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા. 18 ટકાના વધારાના આધાર પર 2020-21 માટે રેલવેને 1.8થી 1.9 લાખ કરોડ રૂપિયાની રાશિની ઘોષણા થઈ શકે છે. અધિકારી મુજબ આગામી 10 વર્ષો માટે રેલવેએ કેપેક્સમાં લગભગ 18 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર અથવા સીએજીઆરથી વધારાનું લક્ષ્ય રાખ્યું છે.

પાછલા ત્રણ વર્ષમાં કેટલા રૂપિયા મળ્યા
2017માં પહેલીવાર જ્યારે રેલવે અને યૂનિયન બજેટ જોડે રજૂ કરાયું તો અરુણ જેટલીએ રેલવે માટે 1.3 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ તે સમય સુધીની રેલવે માટે સૌથી વધુ ફાળવણી હતી. જે બાદ 2018માં આ રાશિ વધીને 1.48 લાખ કરોડ રૂપિયા કરવામા આવી અને પછી પાછલા બજેટમાં રેકોર્ડ 1.6 લાખ કરોડ રૂપિયા રેલવેને આપવામાં આવ્યા. એટલે કે સતત છેલ્લા ત્રણ વર્ષમાં રેલવે માટે રેકોર્ડ પૈસા આપવામાં આવ્યા છે. આગામી બજેટમાં આ મામલે એક નવો રેકોર્ડ બનવાની સંભાવના છે. જણાવી દઈએ કે ભારત પોતાની રેલવેનું સંપૂર્ણપણે વિદ્યુતીકરણ કરનાર આજે દુનિયાનો પહેલો દેશ બની ગયું છે. સાથે જ અમદાવાદ અને મુંબઈ વચ્ચે પહેલી હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે.