For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોન લઈ ઘર ખરીદનારાઓને બજેટમાં ભેટ, 2021 સુધી મળશે લાભ

લોન લઈ ઘર ખરીદનારાઓને બજેટમાં ભેટ, 2021 સુધી મળશે લાભ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોન લઈને ઘર ખરીદનારાઓને બજેટ 2020માં લાભ મળ્યો છે. આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે લોન લઈ ઘર ખરીદનારાને આ બજેટમાં ભેટ આપી છે. સરકારે હોમ લોનના વ્યાજ પર મળતા 3.5 લાખ રૂપિયા સુધી ટેક્સ લાભને 31 માર્ચ 2021 સુધી વધારે દેવાયો છે. એટલે કે હોમ લોનના વ્યાજની ચૂકવણી પર મળતી ટેક્સ છૂટનો લાભ હવે તમને માર્ચ 2021 સુધી મળતો રહેશે. સરકારની આ ઘોષણાનો લાભ મધ્યમ વર્ગને મળશે. આ એલાન બાદ તમે માર્ચ 2021 સુધી 45 લાખ રૂપિયા સુધીના ઘર હોમ લોન લઈને ખરીદી શકો છો અને તેનો લાભ આવકવેરામાં ઉઠાવી શકો છો.

home

અગાઉ પાછલા બજેટમાં મોદી સરકારે હાઉસિંગ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ સીમાને 2 લાખ રૂપિયાથી વધારીને 3.5 લાખ રૂપિયા કરી દીધી હતી. જ્યારે વર્ષ 2014માં મોદી સરકારે પોતાના બજેટમાં આ છૂટની સીમા 1.5 લાખ રૂપિયાથી વધારી 2 લાખ રૂપિયા કરી દીધી હતી. જણાવી દઈએ કે આઈટી એક્ટના સેક્શન 24બી અંતર્ગત આવકવેરામાં ડિડક્શનમાં તમે 3.5 લાખ રૂપિયા સુધીની છૂટ ક્લેમ કરી શકો છો. આવકવેરા અંતર્ગત તમને હોન લોનના પ્રિન્સિપલ સાથોસાથ વ્યાજ એમ બંનેના રીપેમેન્ટ પર ટેક્સ બચાવવાની સુવિધા મળે છે.

Budget 2020: આગલા 3 વર્ષમાં ઘરોમાં લાગશે વિજળીના પ્રીપેડ સ્માર્ટ મીટરBudget 2020: આગલા 3 વર્ષમાં ઘરોમાં લાગશે વિજળીના પ્રીપેડ સ્માર્ટ મીટર

English summary
Budget 2020: Tax Benefit on Home Loan Interest Extended
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X