Budget 2020: હલવા સેરેમની સાથે આજથી શરૂ થશે બજેટના દસ્તાવેજોનુ છાપકામ
આજથી નૉર્થ બ્લોકમાં હલવા રિવાજ સાથે બજેટના દસ્તાવેજોનુ છાપકામ શરૂ થશે.
સામાન્ય બજેટ (Budget 2020) આવવાની ઉલટી ગણતરી સોમવારથી ઔપચારિક રીતે શરૂ થઈ જશે. આજથી નૉર્થ બ્લોકમાં હલવા રિવાજ સાથે બજેટના દસ્તાવેજોનુ છાપકામ શરૂ થશે. આ રિવાજની યજમાની નાણામાંત્રી સીતારમણ પોતે કરશે. રિવાજ દરમિયાન લોખંડના મોટા વાસણમાં હલવો બનાવવામાં આવે છે અને નાણામંત્રી સહિત નાણા મંત્રાલયના કર્મચારીઓને હલવો વહેંચવામાં આવે છે. ત્યારબાદ નૉર્થ બ્લોકના બેઝમેન્ટમાં (જ્યાં બજેટનુ છાપકામ થાય છે) આગામી 10 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલે છે.

આમાં ખાસ વાત એ છે કે હલવાના રિવાજ બાદ બજેટના પ્રિન્ટીંગ સાથે જોડાયેલા મંત્રાલયના કર્મચારીઓને પ્રિન્ટિંગ પ્રેસમાં જ આગામી થોડા દિવસો સુધી અહીં રહીને કામ કરવાનુ હોય છે. બજેટ રજૂ થવા સુધી તે ત્યાંથી નહિ નીકળી શકે. અહીં સુધી કે બજેટ આવવા સુધી આ લોકો પોતાના પરિવારના સભ્યો કે કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે વાત પણ કરી શકશે નહિ. છાપકામ ખતમ થયા બાદ નાણામંત્રી એક ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. નાણાં મંત્રાલયમાં માત્ર અમુક વરિષ્ઠ અધિકારીઓને જ ઘરે જવાની અનુમતિ હોય છે.
સામાન્ય બજેટ એવા સમયે રજૂ થશે જ્યારે દેશના આર્થિક વિકાસ દર છ વર્ષના નીચલા સ્તરે આવી ગયો છે. સતત નબળી માંગના કારણે આર્થિક સુસ્તી પણ જળવાઈ રહી છે. આ સાથે જ ઉપભોગ અને રોકાણમાં ઘટાડાના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં રાજકોષીય ખાધ, કરની આવક અને વિનિવેશ લક્ષ્યાંક પૂરો કરવાનુ અસંભવ જણાઈ રહ્યુ છે. જેના કારણે આર્થિક સ્થિતિ નિરાશાજનક છે.
આ આશા રાખવામાં આવી રહી છે કે જીડીપી વિકાસ દર પણ ચાલુ નાણાકીય વર્ષના અંતમાં પાંચ ટકા પર રહી શકે છે. આ વખતે સામાન્ય બજેટ 2020-2021માં એ આશા રાખવામાં આવી રહી છે કે આર્થિક આંકડા ખરાબ રહેવાની આ સ્થિતિમાં રોજગાર સર્જન, ઉપભોગ અને માંગમાં વૃદ્ધિ પર જોર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે બજેટના દસ્તાવેજોનુ છાપકામ નાણા મંત્રાલયના બેઝમેન્ટમાં થાય છે. આ દરમિયાન અહીંની કડક સુરક્ષા વ્યવસ્થા હોય છે. વર્ષ 1980થી નૉર્થ બ્લોકના બેઝમેન્ટમાં બજેટનુ છાપકામ કરવામાં આવી રહ્યુ છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
